Connect Gujarat
દેશ

જાણો કોણ છે મોહન યાદવ..? જેના શિરે બીજેપી હાઇ કમાન્ડે મુખ્યમંત્રીના નામનો કળશ ઢોળ્યો..

મોહન યાદવ ઉજ્જૈન દક્ષિણના ધારાસભ્ય છે. ભોપાલમાં બીજેપીના પ્રદેશ કાર્યાલયમાં પાર્ટીના ધારાસભ્ય દળની બેઠકમાં તેમના નામ પર મહોર લગાવવામાં આવી

જાણો કોણ છે મોહન યાદવ..? જેના શિરે બીજેપી હાઇ કમાન્ડે મુખ્યમંત્રીના નામનો કળશ ઢોળ્યો..
X

મધ્યપ્રદેશના નવા મુખ્યમંત્રી મોહન યાદવ બનશે. મોહન યાદવ ઉજ્જૈન દક્ષિણના ધારાસભ્ય છે. ભોપાલમાં બીજેપીના પ્રદેશ કાર્યાલયમાં પાર્ટીના ધારાસભ્ય દળની બેઠકમાં તેમના નામ પર મહોર લગાવવામાં આવી હતી. મોહન યાદવ ઓબીસી વર્ગમાંથી આવે છે. મધ્યપ્રદેશમાં બે ડેપ્યુટી સીએમ - જગદીશ દેવડા અને રાજેન્દ્ર શુક્લા હશે. તેમજ નરેન્દ્ર સિંહ તોમર વિધાનસભાના સ્પીકર હશે.

મોહન યાદવે કહ્યું- હું પાર્ટીનો નાનો કાર્યકર છું:

મુખ્યમંત્રી તરીકે પોતાના નામની જાહેરાત બાદ મોહન યાદવે કહ્યું કે હું પાર્ટીનો નાનો કાર્યકર છું. તેમના પ્રેમ અને સમર્થન માટે રાજ્ય નેતૃત્વ અને પાર્ટીના કેન્દ્રીય નેતૃત્વનો ખૂબ ખૂબ આભાર. હું મારી જવાબદારી સંપૂર્ણ રીતે નિભાવીશ.

જાણો મોહન યાદવ વિશે..!

• મોહન યાદવ ઉજ્જૈન દક્ષિણ સીટથી ધારાસભ્ય છે.

• ઉંમર - 58 વર્ષ, શૈક્ષણિક લાયકાત - B.Sc., L-L.B., M.A.(રાજકીય વિજ્ઞાન), M.B.A., Ph.D.

• રાજકીય કારકિર્દી - 1982માં માધવ સાયન્સ કોલેજ સ્ટુડન્ટ યુનિયનના સહ-સચિવ, 1984માં પ્રમુખ હતા

• 2013માં ધારાસભ્ય બન્યા. 2018માં બીજી વખત ચૂંટણી જીતીને ઉચ્ચ શિક્ષણ મંત્રી બન્યા

• 1965માં જન્મેલા ડો. મોહન યાદવ ભાજપ સાથે ઘણાં વર્ષોથી જોડાયેલા છે. તેઓ એક નેતા તરીકે તો પ્રખ્યાત છે જ પણ તેમણે એક બિઝનેસ મેન તરીકે પણ ઓળખ ઉભી કરી છે.

• 2023 મધ્યપ્રદેશ વિધાનસભા ઈલેક્શનમાં ડો. મોહન યાદવે દક્ષિણ ઉજ્જૈનની સીટ પરથી આશરે 13000 વોટનાં માર્જિનથી વિજય મેળવ્યો છે.

• 2020ની સાલમાં શિવરાજસિંહ સરકારમાં તેઓએ શિક્ષણમંત્રી તરીકેની ભૂમિકા ભજવી હતી.

• દક્ષિણ ઉજ્જૈનની સીટ પરથી 2013માં તેઓ પહેલીવખત MLA બન્યાં હતાં. આ બાદ 2018 અને 2023માં પણ આ જ સીટથી વિજય મેળવ્યો હતો.

Next Story