Connect Gujarat
દેશ

દિલ્હી સર્વિસ બિલને આજે રાજ્યસભામાં કરવામાં આવશે રજૂ,કોંગ્રેસ-આપે વ્હીપ જાહેર કર્યો

દિલ્હી સર્વિસ બિલને આજે રાજ્યસભામાં કરવામાં આવશે રજૂ,કોંગ્રેસ-આપે વ્હીપ જાહેર કર્યો
X

દિલ્હી સર્વિસ બિલને લોકસભામાંથી મંજૂરી મળી ગઇ છે. હવે આ બિલ આજે રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે. આમ આદમી પાર્ટીએ તેના રાજ્યસભા સભ્યોને વ્હીપ જાહેર કર્યો છે. જેમાં તેમને 7 અને 8 ઓગસ્ટે ગૃહમાં હાજર રહેવા માટે કહેવામાં આવ્યું છે. વ્હીપમાં જણાવાયું છે કે રાજ્યસભામાં આમ આદમી પાર્ટીના તમામ સભ્યોને 7 ઓગસ્ટથી 8 ઓગસ્ટ, 2023 સુધી ગૃહમાં હાજર રહેવા અને પાર્ટીના સ્ટેન્ડને સમર્થન આપવા વિનંતિ કરવામાં આવે છે.

કોંગ્રેસે પણ સોમવારે તેના રાજ્યસભા સાંસદોને હાજર રહેવા માટે વ્હિપ જાહેર કર્યો છે. રાજ્યસભામાં કોંગ્રેસના મુખ્ય દંડક જયરામ રમેશે 4 ઓગસ્ટે વ્હીપ જાહેર કર્યો હતો. જેમાં જણાવવામાં આવ્યું છે કે રાજ્યસભામાં કોંગ્રેસ પાર્ટીના તમામ સભ્યોને સોમવારે (7 ઓગસ્ટ, 2023) સવારે 11 વાગ્યાથી ગૃહ સ્થગિત થાય ત્યાં સુધી ગૃહમાં હાજર રહેવા અને પક્ષના સ્ટેન્ડને સમર્થન આપવા વિનંતી કરવામાં આવે છે.રવિવારે રાજ્યસભામાં પાર્ટીના સાંસદોને એક રિમાઇન્ડર પણ મોકલવામાં આવ્યું હતું. દિલ્હી સરકારમાં વરિષ્ઠ અધિકારીઓની બદલીઓ અને પોસ્ટિંગ પરના વટહુકમને બદલવા માટેનું બિલ 3 ઓગસ્ટના રોજ વિરોધ પક્ષોના બહિષ્કાર વચ્ચે લોકસભામાં ધ્વનિ મતથી પાસ કરવામાં આવ્યું હતું.

Next Story