Connect Gujarat
દેશ

ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડે એશિઝ શ્રેણીની ત્રીજી ટેસ્ટ માટે 15 સભ્યોની ટીમની કરી જાહેરાત

ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડે એશિઝ શ્રેણીની ત્રીજી ટેસ્ટ માટે 15 સભ્યોની ટીમની કરી જાહેરાત
X

ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડે એશિઝ શ્રેણીની ત્રીજી ટેસ્ટ માટે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. ઓસ્ટ્રેલિયાની ટીમે પાંચ મેચની શ્રેણીમાં 2-0ની લીડ મેળવી લીધી છે. હવે ત્રીજી ટેસ્ટ મેચ ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 6 જૂલાઈથી હેડિંગસે, લીડ્સ ખાતે રમાશે.

યુવા લેગ સ્પિનર રેહાન અહેમદને હેડિંગ્લેમાં રમાનારી ત્રીજી ટેસ્ટમાં સ્થાન મળ્યું નથી. તેના સ્થાને સ્પિન ઓલરાઉન્ડર મોઈન અલીને ત્રીજી ટેસ્ટ માટે 15 સભ્યોની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

બેન ડકેટ, જેક ક્રાઉલી, ડેન લોરેન્સ, ઓલી પોપ, બેન સ્ટોક્સ (કેપ્ટન), જેમ્સ એન્ડરસન, જોની બેયરસ્ટો (વિકેટકીપર), સ્ટુઅર્ટ બ્રોડ, હેરી બ્રુક, જો રૂટ, જોશ ટોંગ, ઓલી રોબિન્સન, મોઈન અલી , ક્રિસ વોક્સ અને માર્ક વુડ.

Next Story