રામલલાની મૂર્તિ આખરે રામ મંદિર પરિસરમાં પહોંચી ગઈ છે. આ મૂર્તિને ગુરુવારે ગર્ભગૃહમાં સ્થાપિત કરવામા આવશે. બુધવારે રાત્રે રામલલાની મૂર્તિને ક્રેઇનની મદદથી રામ મંદિર પરિસરની અંદર લઈ જવામાં આવી હતી. આની કેટલીક તસવીરો પણ સામે આવી છે. રામલલાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા અગાઉ તેમનું આસન પણ તૈયાર કરવામાં આવ્યું છે. રામલલાનુ આસન 3.4 ફૂટ ઊંચું છે, જે મકરાણા પથ્થરથી બનેલું છે.
રામલલાની મૂર્તિને વિવેક સૃષ્ટિ ટ્રસ્ટ તરફથી એક ટ્રકમાં રામ મંદિર લઈ જવામાં આવી હતી. મૂર્તિને મંદિર પરિસરની અંદર લઈ જવા માટે ક્રેઇનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, મૂર્તિને ગુરુવાર (18 જાન્યુઆરી)ના રોજ ગર્ભગૃહમાં સ્થાપિત કરાશે.