Connect Gujarat
દેશ

કોંગ્રેસ અધ્યક્ષપદની રેસમાં આ ચાર નેતાના નામો સૌથી આગળ

હવે કૉંગ્રેસ પ્રમુખની ચૂંટણી માટે ઉમેદવારોની સંખ્યા વધવા લાગી છે. પહેલા એવું લાગતું હતું કે રાહુલ ગાંધીના નામ પર સહમતી થશે,

કોંગ્રેસ અધ્યક્ષપદની રેસમાં આ ચાર નેતાના નામો સૌથી આગળ
X

હવે કૉંગ્રેસ પ્રમુખની ચૂંટણી માટે ઉમેદવારોની સંખ્યા વધવા લાગી છે. પહેલા એવું લાગતું હતું કે રાહુલ ગાંધીના નામ પર સહમતી થશે, પરંતુ શશિ થરૂર અને બાદમાં અશોક ગેહલોત ચૂંટણી લડશે તેવી ચર્ચાઓ વચ્ચે હવે બે પૂર્વ મુખ્યમંત્રી અને એક પૂર્વ કેન્દ્રીય મંત્રી સહિત ત્રણ નવા નામ સામે આવી રહ્યા છે, જેમાં મધ્યપ્રદેશના પૂર્વ CM કમલનાથ, દિગ્વિજય સિંહ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી મનીષ તિવારીનો સમાવેશ થાય છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર દિગ્વિજય સિંહ દિલ્હીમાં પાર્ટીના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીને મળી શકે છે. તેમણે મીડિયા સાથેની વાતચીતમાં પોતાને દાવેદાર પણ ગણાવ્યા હતા. મધ્યપ્રદેશના પૂર્વ CM કમલનાથનું નામ પણ ચર્ચામાં હતું. પરંતુ સૂત્રોએ ભાસ્કરને જણાવ્યું કે તેમની 30 સપ્ટેમ્બર સુધી દિલ્હી જવાની કોઈ યોજના નથી.બીજી તરફ મનીષ તિવારીના નજીકના સૂત્રોએ જણાવ્યું કે તેઓ પાર્ટીના સ્ટેટ ડેલિગેટ્સને મળવા તેમના મતવિસ્તારમાં ગયા હતા. આ રાજ્ય પ્રતિનિધિઓ ચૂંટણીમાં મતદારો છે. પ્રદેશ કૉંગ્રેસ સમિતિની ચૂંટણી લડવા પ્રમુખ પદ માટેના દરેક ઉમેદવારને 10 પ્રતિનિધિઓની જરૂર હોય છે. આ પ્રતિનિધિઓ ઉમેદવારના નામનો પ્રસ્તાવ મૂકે છે. મનીષ તિવારી, દિગ્વિજય સિંહ, શશિ થરૂર અને અશોક ગહેલોતના નામ કોંગ્રેસ અધ્યક્ષ પદની રેસમાં સૌથી આગળ છે

Next Story