કંડકટર હોય તો આવો..! ભરૂચ ઢૂંઢા ગામની મહિલાનું પર્સ એસટી બસના કંડક્ટરે પરત કરી પ્રામાણિકતા દાખવી

New Update
કંડકટર હોય તો આવો..! ભરૂચ ઢૂંઢા ગામની મહિલાનું પર્સ એસટી બસના કંડક્ટરે પરત કરી પ્રામાણિકતા દાખવી

આજ ના ઘોર કલિયુગ મા કોઈ કોઈ ની ઉપર ભરોસો કરતું નથી અને બીજા ને ત્યાં સાચવવા મુકેલી ચીજ વસ્તુઓ પણ કેટલાક લોકો હજમ કરી જતા હોય છે. ત્યારે ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઢૂંઢા ગામની મહિલાનું રૂપિયા ભરેલ પાકીટ બસ મા ભૂલી જતા કંડકટર દ્વારા પરત કરી પ્રમાણિકતા બતાવવાનો કિસ્સો સામે આવ્યો છે.

મળતી માહિતી મુજબ ઢૂંઢા ગામની મહિલા અંકલેશ્વર ડેપોની ST બસ મા વડોદરા થી અંબાજી અંકલેશ્વર બસમાં ઢૂંઢા ગામ આવા માટે બેઠા હતા બસમાંથી ઉતરતી વખતે તેઓનું પાકીટ બસમાં ભૂલી જતા થોડીવાર માટે ચિંતામાં મુકાયા હતા ત્યારબાદ આ મહિલા દ્વારા બસના કંડકટર પાર્થ રસિકભાઈ પટેલ નો ટેલીફોનિક સંપર્ક કરતા તેઓ જણાવ્યું હતું કે તમારું પાકીટ બસમાં જ છે ચિંતા કરશો નહીં આવતીકાલે જ્યારે અમો ઢૂંઢા બસ લઈ પરત આવસુ ત્યારે તમને તમારું પાકીટ પરત કરીશું. તેમ જણાવતા મહિલાને હાશકારો થયો હતો. ત્યારબાદ બીજા દિવસે મહિલાને રૂપિયા ભરેલ પાકીટ બસ કંડકટર પર્થભાઈ દ્વારા પરત કરાતા મહિલા એ બસ કંડકટરનું આભાર વ્યક્ત કર્યો હતો સાચા અર્થમાં સલામત સવારી એસટી અમારી સાર્થક થઈ હોય તેવું આ મહિલાએ અનુભવ્યું હતું.

Read the Next Article

ઉત્તરાખંડમાં ભારે વરસાદથી સ્થિતિ વધુ વણસી, ચારધામ અને હેમકુંડ સાહિબ યાત્રા 5 સપ્ટેમ્બર સુધી સ્થગિત

આ દિવસોમાં ઉત્તરાખંડમાં ભારે વરસાદ પડી રહ્યો છે, જેના કારણે ચારધામ અને હેમકુંડ સાહિબ યાત્રા 5 સપ્ટેમ્બર સુધી મુલતવી રાખવામાં આવી છે.

New Update
yatra

આ દિવસોમાં ઉત્તરાખંડમાં ભારે વરસાદ પડી રહ્યો છે, જેના કારણે ચારધામ અને હેમકુંડ સાહિબ યાત્રા 5 સપ્ટેમ્બર સુધી મુલતવી રાખવામાં આવી છે.

ઉત્તરાખંડમાં સતત વરસાદને ધ્યાનમાં રાખીને, સરકારે ચારધામ અને હેમકુંડ સાહિબ યાત્રા 5 સપ્ટેમ્બર સુધી મુલતવી રાખી છે. ગઢવાલ કમિશનર વિનય શંકર પાંડેએ જણાવ્યું હતું કે ભારે વરસાદને કારણે રાજ્યમાં ઘણી જગ્યાએ ભૂસ્ખલન અથવા કાટમાળને કારણે માર્ગો અવરોધિત થઈ રહ્યા છે.

જે સરકાર પ્રાથમિકતા પર ખોલી રહી છે, પરંતુ મુસાફરોની સલામતી અને સુવિધાને ધ્યાનમાં રાખીને, ચારધામ અને હેમકુંડ સાહિબ યાત્રા 05 સપ્ટેમ્બર 2025 સુધી મુલતવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

યાત્રીઓને અપીલ

તેમણે મુસાફરોને પ્રતિકૂળ હવામાન પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને હાલ પૂરતું યાત્રા માર્ગો પર ન જવા અને વહીવટીતંત્ર દ્વારા જારી કરાયેલી સલાહનું પાલન કરવાની અપીલ કરી છે. હવામાન સામાન્ય થયા પછી અને માર્ગ સંપૂર્ણપણે સલામત હોવાનું જાણવા મળ્યા પછી યાત્રાઓ ફરી શરૂ કરવામાં આવશે.

તેમણે કહ્યું કે રાજ્ય સરકાર અને સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા માર્ગ માર્ગો અને મુસાફરોની દેખરેખ, સફાઈ અને સલામતી માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. મુસાફરોને ધીરજ અને સંયમ રાખવા અને મુસાફરી સંબંધિત અપડેટ માહિતી માટે વહીવટી નિયંત્રણ ખંડનો સંપર્ક રાખવા વિનંતી છે.

ભારે વરસાદને કારણે પરિસ્થિતિ ગંભીર

ભારે વરસાદને કારણે ઉત્તરાખંડના ઘણા ભાગોમાં પરિસ્થિતિ ગંભીર છે. ચમોલી, રુદ્રપ્રયાગ, ઉત્તરકાશી અને પિથોરાગઢ જિલ્લામાં ઘણી જગ્યાએ રસ્તાઓ કાટમાળથી બંધ થઈ ગયા છે, જેના કારણે વાહનવ્યવહાર ઠપ્પ થઈ ગયો છે.

ઘણી જગ્યાએ ભૂસ્ખલનને કારણે પુલોને નુકસાન થયું છે, જ્યારે અલકનંદા અને ભાગીરથી જેવી નદીઓનું પાણીનું સ્તર ખતરાના નિશાનની નજીક છે. આવી સ્થિતિમાં, વહીવટીતંત્ર મુસાફરોની સલામતી અંગે કોઈ જોખમ લેવા માંગતું નથી.

વિભાગીય કમિશનરે આ માહિતી આપી
ગઢવાલ વિભાગીય કમિશનરે જણાવ્યું કે હવામાન વિભાગે આગામી દિવસોમાં ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી પણ આપી છે. આને ધ્યાનમાં રાખીને, રાહત અને બચાવ ટીમોને સતર્ક કરવામાં આવી છે. NDRF, SDRF અને પોલીસ ટીમો સતત નજર રાખી રહી છે. બધા જિલ્લા મેજિસ્ટ્રેટને એલર્ટ પર રાખવામાં આવ્યા છે અને સંવેદનશીલ રૂટ પર તકેદારી વધારવામાં આવી છે.

વહીવટીતંત્રે મુસાફરોને સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓ પર ધ્યાન ન આપવા અને ફક્ત સત્તાવાર માહિતી પર વિશ્વાસ કરવા અપીલ કરી છે. ઉપરાંત, કોઈપણ કટોકટીની સ્થિતિમાં, તેમને તાત્કાલિક હેલ્પલાઇન નંબરોનો સંપર્ક કરવાની સલાહ આપવામાં આવી છે.