આજ ના ઘોર કલિયુગ મા કોઈ કોઈ ની ઉપર ભરોસો કરતું નથી અને બીજા ને ત્યાં સાચવવા મુકેલી ચીજ વસ્તુઓ પણ કેટલાક લોકો હજમ કરી જતા હોય છે. ત્યારે ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઢૂંઢા ગામની મહિલાનું રૂપિયા ભરેલ પાકીટ બસ મા ભૂલી જતા કંડકટર દ્વારા પરત કરી પ્રમાણિકતા બતાવવાનો કિસ્સો સામે આવ્યો છે.
મળતી માહિતી મુજબ ઢૂંઢા ગામની મહિલા અંકલેશ્વર ડેપોની ST બસ મા વડોદરા થી અંબાજી અંકલેશ્વર બસમાં ઢૂંઢા ગામ આવા માટે બેઠા હતા બસમાંથી ઉતરતી વખતે તેઓનું પાકીટ બસમાં ભૂલી જતા થોડીવાર માટે ચિંતામાં મુકાયા હતા ત્યારબાદ આ મહિલા દ્વારા બસના કંડકટર પાર્થ રસિકભાઈ પટેલ નો ટેલીફોનિક સંપર્ક કરતા તેઓ જણાવ્યું હતું કે તમારું પાકીટ બસમાં જ છે ચિંતા કરશો નહીં આવતીકાલે જ્યારે અમો ઢૂંઢા બસ લઈ પરત આવસુ ત્યારે તમને તમારું પાકીટ પરત કરીશું. તેમ જણાવતા મહિલાને હાશકારો થયો હતો. ત્યારબાદ બીજા દિવસે મહિલાને રૂપિયા ભરેલ પાકીટ બસ કંડકટર પર્થભાઈ દ્વારા પરત કરાતા મહિલા એ બસ કંડકટરનું આભાર વ્યક્ત કર્યો હતો સાચા અર્થમાં સલામત સવારી એસટી અમારી સાર્થક થઈ હોય તેવું આ મહિલાએ અનુભવ્યું હતું.