સપ્તાહના પ્રથમ દિવસે જ શેરબજારમાં તેજી સાથે શરૂઆત , સેન્સેક્સ 246 પોઈન્ટ અપ, નિફ્ટી 17,950 ને પાર

New Update
પ્રથમ ટ્રેડિંગ દિવસે બજાર લીલા નિશાન પર ખુલ્યું, નિફ્ટી 23000 ની ઉપર

ગયા અઠવાડિયે વૈશ્વિક બજારમાં ઘટાડાને કારણે ભારતીય શેરબજાર પર ઘણું દબાણ હતું અને સ્થાનિક રોકાણકારોએ પણ ભારે વેચવાલી કરી હતી, જેના કારણે બજાર બે મહિનાની નીચી સપાટીએ ગયું હતું અને સેન્સેક્સ 60 હજારની નીચે આવી ગયો હતો. પરંતુ, આ સપ્તાહની શરૂઆત બજારમાં તેજ ઉછાળા સાથે થઈ શકે છે અને સોમવારે પ્રથમ ટ્રેડિંગ સેશનમાં સેન્સેક્સ ફરી 60 હજાર આસપાસ ખુલી શકે છે.

આજે બીએસઈનો સેન્સેક્સ શુક્રવારના 59900.37ની સામે 246.70 પોઈન્ટ વધીને 60147.07 પર ખુલ્યો હતો જ્યારે નિફ્ટી શુક્રવારના 17859.45ની સામે 93.10 પોઈન્ટ વધીને 17952.55 પર ખુલ્યો હતો. બેંક નિફ્ટીની વાત કરીએ તો તે શુક્રવારના 42188.8ની સામે 216.05 પોઈન્ટ વધીને 42404.85 પર ખુલ્યો હતો.

આજના ટ્રેડમાં લગભગ દરેક સેક્ટરમાં ગ્રોથ છે. આઈટી અને મેટલ શેરોમાં સારી ખરીદારી છે. નિફ્ટી પર બંને સૂચકાંકો 1 ટકાથી વધુ મજબૂત થયા છે. રિયલ્ટી, ઓટો ઈન્ડેક્સમાં પણ લગભગ 1 ટકાનો ઉછાળો છે. ફાર્મા, બેંક, ફાઇનાન્શિયલ સહિતના અન્ય સૂચકાંકો પણ મજબૂત થયા છે.

Latest Stories