Connect Gujarat
દેશ

શેરબજારમાં સામાન્ય ઉછાળા સાથે શરુઆત , ,સેન્સેક્સ 170 અંકના ઉછાળા સાથે 62,300 પર ખૂલ્યો

શેરબજારમાં સામાન્ય ઉછાળા સાથે શરુઆત , ,સેન્સેક્સ 170 અંકના ઉછાળા સાથે 62,300 પર ખૂલ્યો
X

આજે સવારે શેરબજારના બંને મુખ્ય ઇન્ડેક્સો સામાન્ય ઉછાળા સાથે કામકાજ માટે ખૂલ્યા છે. જે પૈકી સેન્સેક્સ 170 અંકના ઉછાળા સાથે 62,300 પર ખૂલ્યો હતો જ્યારે નિફ્ટી 50 27 અંકના ઉછાળા સાથે 18,524.40 પર ખૂલી હતી. ભારતીય શેરબજારમાં છેલ્લા સપ્તાહથી ચાલી રહેલા ઘટાડા પર આજે બ્રેક લાગી શકે છે. વૈશ્વિક બજારના સકારાત્મક સંકેતોની અસર આજે સ્થાનિક રોકાણકારોના સેન્ટિમેન્ટ પર પણ જોવા મળશે અને તેઓ ખરીદીનો આગ્રહ રાખી શકે છે. છેલ્લા 6 ટ્રેડિંગ સેશનથી સેન્સેક્સ-નિફ્ટીમાં ઘટાડો ચાલુ છે.

ગઈકાલના સત્રમાં પણ સેન્સેક્સ 51 પોઈન્ટ ઘટીને 62,130 પર બંધ થયો હતો જ્યારે નિફ્ટી 0.60 પોઈન્ટ વધીને 18,497 પર બંધ થયો હતો. નિષ્ણાતોનું કહેવું છે કે રોકાણકારોનો વિશ્વાસ ધીમે ધીમે પાછો આવી રહ્યો છે. પાછલા સત્રમાં બજારની શરૂઆત લગભગ 450 પોઈન્ટના નુકસાન સાથે થઈ હતી, પરંતુ બાદમાં ખરીદારી વધી હતી અને નુકસાન મોટાભાગે વસૂલવામાં આવ્યું હતું. આજે વૈશ્વિક બજારમાં તેજી જોવા મળી રહી છે અને સ્થાનિક રોકાણકારોનું સેન્ટિમેન્ટ પણ સકારાત્મક બની રહ્યું છે, જેના કારણે આજે બજારમાં તેજી આવી શકે છે.

Next Story