કેન્દ્રીય ગૃહ મંત્રાલય (MHA) એ કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF) માં ખાલી જગ્યાઓમાં ભૂતપૂર્વ અગ્નિવીરો માટે 10 ટકા અનામતની જાહેરાત કરીછે. મંત્રાલયે એક અઠવાડિયા પહેલા બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)માં તેમના માટે આવું જ પગલું ભર્યું હતું.
મંત્રાલયે વધુમાં વધુ વય મર્યાદામાં છૂટછાટ આપવા માટે એક નોટિફિકેશન પણ બહાર પાડ્યું છે, જે તેના પર નિર્ભર કરશે કે તે અગ્નિવીરની પ્રથમ બેચનો છે કે પછીની બેચનો છે. આ માટે 1968ના CISF એક્ટમાં સુધારો કરવામાં આવ્યો છે. આ નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે 10 ટકા પોસ્ટ ભૂતપૂર્વ અગ્નિવીર માટે આરક્ષિત રહેશે.
ગૃહ મંત્રાલય દ્વારા જારી કરાયેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે પ્રથમ બેચના ભૂતપૂર્વ અગ્નિવીરોને વય મર્યાદામાં પાંચ વર્ષની છૂટ આપવામાં આવશે. આ સાથે અગ્નિવીરોની અનુગામી બેચને ત્રણ વર્ષની છૂટછાટ આપવામાં આવશે. નોટિફિકેશન મુજબ, ભૂતપૂર્વ અગ્નિવીરોએ કોઈ શારીરિક કસોટી આપવાની રહેશે નહીં. એટલે કે તેમને શારીરિક પરીક્ષણમાંથી પણ મુક્તિ મળશે. જણાવી દઈએ કે, ગયા વર્ષે કેન્દ્ર સરકારે અગ્નિવીર યોજનાની જાહેરાત કરી હતી.