ટિકટોકે ભારતના તમામ કર્મચારીઓને એક ઝાટકે કરી દીધા ઘર ભેગા, વાંચો શું છે કારણ

ચાઈનીઝ એપ ટિકટોકને ભારતમાં પ્રતિબંધિત કર્યા પછી ભારતના મોટાભાગના કર્મચારીઓ દુબઈ અને બ્રાઝિલના માર્કેટમાં કામ કરી રહ્યા હતા

New Update
ટિકટોકે ભારતના તમામ કર્મચારીઓને એક ઝાટકે કરી દીધા ઘર ભેગા, વાંચો શું છે કારણ

સૌથી મોટી શોર્ટ વીડિયો એપ ટિકટોકે ભારતના તમામ કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા છે અને એ સિવાય બીજા 40ને પિંક સ્લીપ આપવામાં આવી છે. એક અહેવાલ અનુસાર સોમવારે કંપનીએ એક કોલ બાદ કર્મચારીઓને પિન્ક સ્લીપ આપી હતી. આ વિશે કંપનીએ જણાવ્યું હતું કે આ કર્મચારીઓને 9 મહિનાનો પગાર પણ આપશે. રિપોર્ટ મુજબ ટિક ટોક ઈન્ડિયાના કર્મચારીઓને જાણ કરવામાં આવી હતી કે 28 ફેબ્રુઆરી તેમનો છેલ્લો દિવસ હશે. આવી સ્થિતિમાં, તેને બીજી તક શોધવા માટે ફિલર્સ આપવામાં આવી હતી.

ચાઈનીઝ એપ ટિકટોકને ભારતમાં પ્રતિબંધિત કર્યા પછી ભારતના મોટાભાગના કર્મચારીઓ દુબઈ અને બ્રાઝિલના માર્કેટમાં કામ કરી રહ્યા હતા. તમને જણાવી દઈએ કે ભારતમાં ટિકટોક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો ત્યારે તેમાં 200 મિલિયનથી વધુ યુઝર્સ હતા અને એ કંપની ભારતને તેનું સૌથી મોટું વિદેશી બજાર માની રહી હતી. વિશ્વની અગ્રણી ટેક કંપનીઓમાં છટણીની પ્રક્રિયા ચાલુ છે. ગૂગલ, ટ્વિટર, એમેઝોન, મેટા અને માઇક્રોસોફ્ટ બાદ હવે યાહૂએ કર્મચારીઓની છટણી કરવાની જાહેરાત કરી છે.

Latest Stories