Connect Gujarat
દેશ

આજે ડૉ. ભીમ રાવ આંબેડકર જયંતિ નિમિત્તે શેરબજાર રહેશે બંધ

આજે ડૉ. ભીમ રાવ આંબેડકર જયંતિ નિમિત્તે શેરબજાર રહેશે બંધ
X

રોકાણકારો આજે BSE અને NSE પર વેપાર કરી શકશે નહીં. 14 એપ્રિલ, 2023 એટલે કે આજે ડૉ. ભીમ રાવ આંબેડકર જયંતિ નિમિત્તે શેરબજાર બંધ રહેશે. સ્ટોક માર્કેટ એપ્રિલ 2023 હોલીડેની યાદી અનુસાર અને BSE વેબસાઈટ bseindia.com પર અપડેટ કરેલી માહિતી મુજબ, ભારતીય શેરબજારમાં કોઈ ટ્રેડિંગ પ્રવૃત્તિ થશે નહીં.

ઘણી જગ્યાએ બેંકો અને સરકારી ઓફિસો પણ બંધ રહેશે. રિઝર્વ બેંકની વેબસાઈટ મુજબ આજે કેટલાક રાજ્યોમાં રજા રહેશે. બીજી તરફ બાબાસાહેબ આંબેડકર જયંતિ સિવાય કેટલાક રાજ્યોમાં વૈશાખી, તમિલ ન્યૂ યર ડે, ચિરવાબા, બીજુ ફેસ્ટિવલ અને બોહાગ બિહુ વગેરેના કારણે રજા રહેશે. બેંકો માત્ર શિલોંગમાં જ ખુલ્લી રહેશે.

કોઈપણ રોકાણકાર ઈક્વિટી સેગમેન્ટમાં વેપાર કરી શકશે નહીં. બીજી બાજુ, જો કોઈએ શેર વેચવા કે ખરીદવાની વિનંતી કરી હોય, તો તેનો પોર્ટફોલિયો આજે અપડેટ કરવામાં આવશે નહીં. આ સિવાય કોમોડિટી માર્કેટ પણ બંધ રહેશે એટલે કે સોના-ચાંદીના ભાવ પણ અપડેટ થશે નહીં. જોકે, એમસીએક્સ (Multi Commodity Exchange) અને NCDEX સાંજના ટ્રેડિંગ દરમિયાન ખુલ્લા રહેશે.

Next Story