/connect-gujarat/media/post_banners/e7453c7a0bba1e49715ec040f1afbeffd4e27d3d14284839b58e79acac5227fe.webp)
પાકિસ્તાનમાં એક પછી એક થયેલા બે આત્મઘાતી બોમ્બ વિસ્ફોટોમાં ઓછામાં ઓછા 56 લોકો માર્યા ગયા અને 102 લોકો ઘાયલ થયા છે. પહેલો બ્લાસ્ટ પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતના મસ્તુંગ વિસ્તારમાં થયો હતો, જેમાં 52 લોકો માર્યા ગયા હતા અને ડઝનેક લોકો ઘાયલ થયા હતા. તો બીજી તરફ, બીજો બ્લાસ્ટ ખૈબર પખ્તુનખ્વા પ્રાંતની હંગુ મસ્જિદમાં શુક્રવારની નમાજ દરમિયાન થયો હતો.
વિસ્ફોટ સમયે મસ્જિદમાં 30 થી 40 નમાઝીઓ હાજર હતા. હંગુ જિલ્લા પોલીસ અધિકારી નિસાર અહેમદે મૃતકો અને ઘાયલોની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે મસ્જિદમાં શુક્રવારનું પ્રવચન ચાલી રહ્યું હતું ત્યારે બ્લાસ્ટ થયો હતો.
એક અધિકારીએ જણાવ્યું હતું કે, વિસ્ફોટને કારણે મસ્જિદની છત તૂટી પડી હતી અને લગભગ 30 થી 40 લોકો કાટમાળ નીચે ફસાયા હોવાની શક્યતા છે. અધિકારીએ વધુમાં જણાવ્યું કે કાટમાળમાંથી મૃતદેહો અને ઘાયલોને કાઢવા માટે ભારે મશીનરી બોલાવવામાં આવી છે.