Connect Gujarat
દેશ

વર્લ્ડ હેપ્પીનેસ રિપોર્ટ: આ દેશના લોકો સૌથી વધુ દુઃખી, ભારતનો રેન્ક જાણી આંચકો લાગશે !

વર્લ્ડ હેપ્પીનેસ રિપોર્ટ: આ દેશના લોકો સૌથી વધુ દુઃખી, ભારતનો રેન્ક જાણી આંચકો લાગશે !
X

દર વર્ષે જાહેર થતો વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ જણાવે છે કે ક્યા દેશ સૌથી વધુ ખુશ છે અને ક્યા દેશ સૌથી વધુ દુ:ખી છે. વૈશ્વિક સ્તરે સુખનું સ્તર નક્કી કરવા માટે ઘણી બાબતો ધ્યાનમાં લેવામાં આવે છે, જેમાં લોકોની સ્વતંત્રતા, આરોગ્ય, ભ્રષ્ટાચાર, આવક વગેરેનો સમાવેશ થાય છે. અફઘાનિસ્તાન સૌથી દુ:ખી દેશોની યાદીમાં પ્રથમ સ્થાને છે.

આ યાદીમાં ભારતનું રેન્કિંગ પણ ઘણું નિરાશાજનક છે.આ રિપોર્ટ તૈયાર કરતી વખતે મુખ્યત્વે 6 બાબતોને ધ્યાનમાં રાખવામાં આવી છે – સામાજિક સુરક્ષા, આરોગ્ય, આવક, સ્વતંત્રતા, લોકોમાં ઉદારતાની લાગણી અને ભ્રષ્ટાચારની ગેરહાજરી. વ્યક્તિ ખુશ રહેવા માટે આ બધી વસ્તુઓ જરૂરી છે. જે દેશ આ તમામ પરિબળોને પૂરો નથી કરતો અથવા ઓછા માર્કસ મેળવે છે તે દેશ સૌથી દુ:ખી દેશ ગણાય છે.ભારત ભલે આ યાદીમાં સામેલ ન હોય પરંતુ તેની સ્થિતિ પણ બહુ સારી નથી. 137 દેશોની યાદીમાં ભારત નીચેથી 12મા સ્થાને છે, એટલે કે તે વિશ્વનો 12મો સૌથી દુ:ખી દેશ છે. ભારત વૈશ્વિક મંચ પર ઝડપથી ઉભરતી અર્થવ્યવસ્થા તરીકે ઉભરી રહ્યું છે પરંતુ હેપ્પી રિપોર્ટમાં તેનું પ્રદર્શન બહુ સારું રહ્યું નથી

Next Story