/connect-gujarat/media/media_files/2025/10/24/untitled-2025-10-24-08-20-13.jpg)
હૈદરાબાદ-બેંગલુરુ હાઇવે પર એક ભયંકર અકસ્માત સર્જાયો. કુર્નૂલ જિલ્લાના કલ્લુર મંડલના ચિન્નાટેકપુર વિસ્તારમાં એક બસમાં આગ લાગી ગઈ, જેના કારણે અનેક લોકોના મોત થયા. અકસ્માત એટલો ગંભીર હતો કે થોડીવારમાં જ બસ સંપૂર્ણપણે આગની લપેટમાં આવી ગઈ. જોકે, આગ પર હવે કાબૂ મેળવી લેવામાં આવ્યો છે.
પ્રારંભિક માહિતી અનુસાર, કાલેશ્વરમ ટ્રાવેલ્સની બસ બેંગલુરુ-હૈદરાબાદ હાઇવે પર એક મોટરસાઇકલ સાથે અથડાઈ હતી, જેના કારણે ભીષણ આગ લાગી હતી. પોલીસે જણાવ્યું હતું કે, અકસ્માત સમયે ડ્રાઇવર અને ક્લિનર સહિત કુલ 42 લોકો સવાર હતા. અત્યાર સુધીમાં 15 લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ બસ અકસ્માતમાં ઘણા લોકોના મોતની આશંકા છે. જોકે, ચોક્કસ સંખ્યા હજુ સુધી જાણી શકાઈ નથી. હોસ્પિટલમાં દાખલ થયેલા લોકોની સારવાર ચાલી રહી છે.
આંધ્રપ્રદેશના મુખ્યમંત્રીએ અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું
આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુએ અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ શેર કરી. તેમણે લખ્યું, "કુર્નૂલ જિલ્લાના ચિન્નેટકુર ગામ નજીક થયેલા ભયાનક બસ અકસ્માત વિશે જાણીને આઘાત લાગ્યો. પોતાના પ્રિયજનો ગુમાવનારા પરિવારો પ્રત્યે મારી સંવેદના છે. સરકાર ઘાયલો અને અસરગ્રસ્ત પરિવારોને શક્ય તમામ સહાય પૂરી પાડશે."