ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5મી ટેસ્ટ બર્મિંગહામમાં રમાઈ રહી છે. પ્રથમ ઈનિંગમાં ભારત 416 રનમાં ઓલ આઉટ થયું છે. એન્ડરસને 5 વિકેટ લીધી છે. આ ટેસ્ટમાં રવીન્દ્ર જાડેજાએ શાનદાર સદી ફટકારી છે. તેની ટેસ્ટ કેરિયરની આ ત્રીજી સદી છે.13 ચોગ્ગાની મદદથી 183 બોલમાં તેણે સદી પૂરી કરી હતી.જાડેજા 104 રન બનાવી આઉટ થયો હતો. વિદેશી ધરતી પર જાડેજાની આ પ્રથમ સદી છે. એક સમયે 98 રન પર ભારતની 5 વિકેટ પડી હતી. પંત અને જાડેજાએ ભારતને સન્માનજક સ્કોરે પહોંચાડ્યું છે. મેચની 84મી ઓવરમાં 35 રન બન્યા હતા. આ એક વર્લ્ડ રેકોર્ડ છે. આ ઓવર સ્ટુઅર્ટ બ્રોડે ફેકી હતી. આજ સુધી ટેસ્ટ મેચની એક ઓવરમાં આટલા રન બન્યા જ નથી. આ પહેલા એક ઓવરમાં 28 રન બન્યા હતા.ઈંગ્લન્ડ વતી જેમ્સ એન્ડરસને 5 વિકેટ, મેથ્યુ પોટ્સે 2 વિકેટ તેમજ સ્ટુઅર્ટ બ્રોડ, બેન સ્ટોક્સ અને જો રૂટે એક એક વિકેટ લીધી છે.