‘ઓપરેશન હેલ્થ’ હેઠળ મનપા દ્વારા શહેરમાં કાર્યવાહી

શહેરના વિવિધ વિસ્તારોમાં તપાસ હાથ ધરવામાં આવી

‘આઈસ્ક્રીમ’ અને ‘ફ્રોઝન ડેઝર્ટ’ અંગે સૂચના બોર્ડ ફરજિયાત

આઈસ્ક્રીમ પાર્લરો, ઉત્પાદન-વેચાણ કરતી સંસ્થામાં તપાસ

તપાસ અને કાર્યવાહી યથાવત રાખવામાં આવશે : મનપા

સુરત મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા ‘ઓપરેશન હેલ્થ’ હેઠળ શહેરના 106 આઈસ્ક્રીમ પાર્લરો અને ઉત્પાદન-વેચાણ કરતી સંસ્થાઓમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી.

સુરત મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ‘ઓપરેશન હેલ્થ’ હાથ ધરવામાં આવ્યું છે. જેમાં શહેરના 106 આઈસ્ક્રીમ પાર્લરો અને ઉત્પાદન-વેચાણ કરતી સંસ્થાઓમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી.

આ તપાસ દરમિયાન 48 જેટલા એકમો પર દુકાનમાં ગ્રાહકો સ્પષ્ટ રીતે વાંચી શકે તેવા ‘આઈસ્ક્રીમ’ અને ‘ફ્રોઝન ડેઝર્ટ’ અંગેના ફરજિયાત સૂચના બોર્ડ લગાડવામાં આવ્યા ન હતા. જેના પગલે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે, ત્યારે આગામી દિવસોમાં પણ બાકીની 48 સંસ્થાઓમાં સૂચના બોર્ડ લાગે તે માટે તપાસ અને કાર્યવાહી યથાવત રાખવામાં આવશે તેમ તંત્ર તરફથી જણાવાયું છે.