રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતના ભાઈને ત્યાં સીબીઆઈ ની તપાસ બાદ હવે આ રેલો ગુજરાત પોહ્ચ્યો છે રાજ્યના વડોદરા ડીસા માં સીબીઆઈ એ રેડ કરી હતી જેમાં એક ખાનગી કંપનીના ડિરેક્ટર, પ્રમોટર્સ સહિતના 15 આરોપીઓ સામે CBIની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં મ્યુરેટ ઓફ પોટાશ નું ઈન્ડિયન પોટાશ લિમિટેડ દ્વારા ખેડૂતોને વેચાણ કરીને સરકાર પાસેથી સબસીડીના રૂપિયા પણ ક્લેઈમ કરવામાં આવ્યા હતાં

વડોદરામાં કુસુમ ટ્રેડર્સને ત્યાં CBI ત્રાટકી હતી. જ્યારે ડીસામાં શરદ કક્કર એગ્રો સેન્ટર ને ત્યાં CBIની તપાસ હાથ ધરવામાં આવી છે.મ્યુરેટ ઓફ પોટાશ ફેલ્ડસ્પાર પાવડર અને ઈન્ડસ્ટ્રીયલ સોલ્ટની આડમાં વિદેશોમાં પણ વેચ્યું છે. તેમજ ગાંધીધામમાં ભવાની રોડલાઈન્સ પર પણ દરોડા પાડ્યા છે.જેમાં વેચાણની નાણાંકીય બાબતને કાયદેસર બતાવવા માટે રાજસ્થાન અને કોલકતાના ડીલર્સને ઉભા કર્યા છે. 2007 થી 2009 દરમિયાન આરોપીઓ સાથે કેટલાક સેન્ટ્રલ બોર્ડ ઓ એક્સાઇઝ અને કસ્ટમ્સ ના અધિકારીઓ સામેલ હોવાનું બહાર આવ્યું છે. સીબીઆઈએ હવે 24003 મેટ્રિક ટન જેટલા મ્યુરેટ ઓફ પોટાશે જે કાયદેસર પરવાનગી વિના વેચવો ગુનો છે. એની તપાસ કરી છે. આ કેસમાં એક્સાઈઝ અધિકારીઓની સંડોવણી પણ બહાર આવી છે