મુંબઈ ઈન્ડિયન્સ (MI)ના કેપ્ટન રોહિત શર્મા માટે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની વર્તમાન સિઝન સારી ચાલી રહી નથી. રોહિત કેપ્ટનશિપની સાથે બેટિંગમાં પણ સંપૂર્ણ ફ્લોપ રહ્યો છે. શનિવારે રાજસ્થાન રોયલ્સ (RR) સામેની મેચમાં, રોહિત માત્ર બે રન બનાવીને પેવેલિયનમાં ગયો હતો. રોહિતને આર. અશ્વિન આઉટ કર્યો હતો.

મેચમાં રોહિત શર્માની પત્ની રિતિકા સજદેહ અને રવિચંદ્રન અશ્વિનની પત્ની પ્રીતિ નારાયણ પોતપોતાની ટીમને ચીયર કરવા સ્ટેડિયમ પહોંચ્યા હતા. અશ્વિને જ્યારે રોહિતને આઉટ કર્યો ત્યારે રિતિકાના ચહેરા પર નિરાશા સ્પષ્ટ દેખાતી હતી. આવી સ્થિતિમાં પ્રીતિએ ખેલદિલીનું અદ્ભુત ઉદાહરણ રજૂ કરીને રીતિકાને સાંત્વના આપી. આ હૃદયસ્પર્શી ક્ષણનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.