જામનગર : આયુર્વેદ યુનિવર્સીટીના વિદ્યાર્થીઓની ઓનલાઇન પરીક્ષા યોજાય તે અંગે NSUI દ્વારા પાઠવાયું આવેદન પત્ર

New Update
જામનગર : આયુર્વેદ યુનિવર્સીટીના વિદ્યાર્થીઓની ઓનલાઇન પરીક્ષા યોજાય તે અંગે NSUI દ્વારા પાઠવાયું આવેદન પત્ર

ગુજરાત આયુર્વેદ યુનિવર્સીટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની એટીકેટીની પરીક્ષા આગામી તા. 1 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહી છે, ત્યારે ઓનલાઇન પરીક્ષા યોજવા માટે NSUI દ્વારા આયુર્વેદ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.

ગુજરાત રાજ્યની આયુર્વેદ યુનિવર્સિટીઓમાં આગામી તા. 1 સપ્ટેમ્બરથી એક તથા બે વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની બી.એ.એમ.એસ.ની પરીક્ષાઓ યોજાનાર છે. જેમાં ૩૦૦થી વધુ વિદ્યાર્થીઓ કે, જેઓ ગુજરાતની અલગ-અલગ કોલેજમાં અભ્યાસ કરે છે. આ તમામ વિદ્યાર્થીઓની ઓનલાઇન પદ્ધતિથી પરીક્ષા લેવામાં આવે તે માટે મંગળવારના રોજ જામનગર શહેર NSUIના કાર્યકરો દ્વારા આયુર્વેદ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરને વિસ્તૃત આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું.

Latest Stories