જામનગરના ગાંધીનગર વિસ્તારમાં આવેલા શિરડી સાઈ બાબા મંદિરે ઓપન જામનગર લાડુ આરોગવાની સ્પર્ધા યોજવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં સ્પર્ધકોએ ભાગ લીધો હતો.
જામનગરમાં શિરડી સાઈ બાબા મંદિરે ખાતે ઓપન જામનગર લાડુ આરોગવાની સ્પર્ધા યોજવામાં આવી હતી જેમાં મહિલાઓ, બાળકો અને ભાઈઓએ ભાગ લીધો હતો,બે વિભાગમાં યોજાયેલ આ સ્પર્ધા જોવા શહેરીજનો ઉમટી પડયા હતા. સ્પર્ધામા ભાઈઓના વિભાગમાં શૈલેષ વૈષ્ણવ 12 લાડુ સાથે પ્રથમ નંબરે તેમજ બહેનોના વિભાગમાં પદ્માબેન ગજેરા 11 લાડુ આરોગી પ્રથમ નંબરે વિજેતા થયા હતા.સ્પર્ધામાં આ વિસ્તારના કોર્પોરેટ ડિમ્પલબેન રાવલ, પૂર્વ મેયર ધર્મેન્દ્રસિંહ ઝાલા અને સંસ્થાના પ્રમુખ કનકસિંહ જાડેજા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
