New Update
જામનગરના ખરેડી ગામનો એક અચરજ ભરેલ કિસ્સો સામે આવ્યો. ખરેડી ગામમાં લોકોએ લગાવ્યા સરકારી ડોક્ટર ખોવાયાના પોસ્ટર.
જામનગરના ખરેડી ગામે સરકારી ડોક્ટર ખોવાયાના પોસ્ટર લાગ્યા છે. ખરેડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટરના ઠેર ઠેર પોસ્ટર લાગ્યા છે. કોરોના કાળમાં સરકારી આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટર હાજર ન રહેતા લોકોનો ગુસ્સો ફૂટી નીકળ્યો. ડોક્ટર હાજર ન રહેતા લોકોમાં આક્રોશ, જાહેર સ્થળો પર ડોક્ટરના ફોટો સાથેના પોસ્ટર લગાવ્યા છે. ડો.ઝાલાવાડિયાના ફોટો સાથે લાગ્યા પોસ્ટરો. ડોક્ટર હાજર ન રહેતા ગ્રામજનો આરોગ્ય સેવાથી વંચિત હોવાનું લખીને પોસ્ટર લાગ્યા છે.
Latest Stories