બિહારની બાંકીપુર વિધાનસભા સીટ પર યોજાયેલી પેટા ચૂંટણીના પરિણામ જાહેર થઈ ચૂક્યા છે. આ સીટ પર 30 જુલાઈએ મતદાન યોજાયું હતું, ત્યારે આ સીટ પર જન સુરજ પાર્ટીના ઉમેદવાર પ્રશાંત કિશોરની શાનદાર જીત થઈ છે. તેઓની આશરે 18,953થી વધુ મતથી જીત થઈ છે. તેમને ભાજપના ઉમેદવાર નીરજ કુમારને હરાવ્યા છે.

બાંકીપુર પેટાચૂંટણીના પરિણામ બાદ ભાજપે હાર સ્વીકારી લીધી છે. મતગણતરી ચાલી રહી હતી, તેની વચ્ચે પાર્ટીના કાઉન્ટિંગ એજન્ટ મતગણતરી કેન્દ્રની બહાર નીકળી ગયા હતા. પ્રશાંત કિશોર 28મા રાઉન્ડ બાદ 19,419 મતથી લીડ ધરાવતા હતા.

બાંકીપુર પેટાચૂંટણીમાં જીત મેળવ્યા બાદ પ્રશાંત કિશોરનું નિવેદન સામે આવ્યું છે, તેમને કહ્યું કે અપરાધીને મુખ્યપ્રધાન બનાવશો તો વિકાસ નહીં થાય. તેમને કહ્યું કે આ જીત બાદ તેમની પ્રથમ કામ બાંકીપુરની જનતાથી મળેલા આશીર્વાદ અને વિશ્વાસનું સન્માન કરવાનું હશે. તેમને કહ્યું કે બાંકીપુરને યોગ્ય બનાવવા માટે કોઈ પણ કામ કરીશ. આગામી 2-3 મહિનામાં ફેરફાર જોવા મળશે. ભાજપ પર પ્રહાર કરતા વધુમાં કહ્યું કે બાંકીપુરની જનતાએ ભાજપ નેતૃત્વને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે બિહારના મુખ્યપ્રધાન કોઈ સારા વ્યક્તિને બનાવવામાં આવે.