જાપાનના ક્યૂશુ પ્રદેશમાં કુમામોટો પ્રીફેક્ચરમાં 7.1 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો. જાપાનની ભૂકંપની તીવ્રતા માપન પ્રણાલી અનુસાર, ભૂકંપની તીવ્રતા 7 ની હતી, જે સ્કેલ પર સૌથી વધુ સ્તર છે. હવામાન એજન્સીએ એરિયાકે અને યાત્સુશિરો સમુદ્ર માટે સુનામીની ચેતવણી જારી કરી છે. એજન્સીએ લોકોને સમુદ્ર અને દરિયાકિનારાથી દૂર રહેવાની સલાહ આપી છે. ઘણા વિસ્તારોમાં લોકોએ જોરદાર ભૂકંપનો અનુભવ કર્યો હતો. હજુ સુધી કોઈ મોટું નુકસાન કે જાનહાનિના અહેવાલ નથી, પરંતુ પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.

ક્યૂશુ ઇલેક્ટ્રિક પાવરે જણાવ્યું હતું કે ભૂકંપ બાદ તેના સેન્ડાઈ અને ગેનકાઈ પરમાણુ પાવર પ્લાન્ટમાં કોઈ સમસ્યાના અહેવાલ નથી. ટ્રેન ઓપરેટર જેઆર ક્યૂશુએ જણાવ્યું હતું કે ભૂકંપ બાદ તેણે હાઇ-સ્પીડ શિંકનસેન ટ્રેનો સહિતની સેવાઓ સ્થગિત કરી દીધી છે.          

આ શક્તિશાળી ભૂકંપની તીવ્રતા 7.1 હતી. જાપાન હવામાન એજન્સીએ સુનામીની ચેતવણી જારી કરી હતી જેમાં 1 મીટર ઊંચા મોજા ઉછળવાની આગાહી કરવામાં આવી હતી. સરકારે કુમામોટો સહિત નાગાસાકી, કાગોશિમા, ફુકુઓકા, સાગા, ઓઇટા અને મિયાઝાકી પ્રીફેક્ચર માટે કટોકટી ચેતવણી જારી કરી છે. કોઈ જાનહાનિ કે મોટા નુકસાનના અહેવાલ નથી. લોકોને દરિયાથી દૂર રહેવાની ચેતવણી આપવામાં આવી છે. અગાઉ, મંગળવારે સવારે એક દૂરના ચીનના પ્રાંતમાં પણ લગભગ 20 મિનિટના અંતરે બે ભૂકંપ અનુભવાયા હતા. 

યુએસ જીઓલોજિકલ સર્વે (USGS) એ અહેવાલ આપ્યો હતો કે ચીનના કિંઘાઈ પ્રાંતમાં સવારે 11:16 અને 11:34 વાગ્યે ભૂકંપ અનુભવાયા હતા. આ તીવ્રતા અનુક્રમે 5.7 અને 5.8 હતી. બંને ભૂકંપ 10 કિલોમીટર (6 માઇલ) ની ઊંડાઈએ આવ્યા હતા. જાનહાનિના તાત્કાલિક કોઈ અહેવાલ નથી.