કર્ણાટકના મેંગલુરુ જિલ્લામાં એક યુવકની ઘાતકી હત્યા કરવામાં આવી હતી. બે દિવસ પહેલા, દક્ષિણ કન્નડ જિલ્લાના બેલ્લારેમાં ભાજપના એક નેતાનું પણ તીક્ષ્ણ હથિયારોથી જાહેરમાં ગળું કાપી નાખવામાં આવ્યું હતું.
સ્થિતિ તંગ બનતી જોઈને મેંગલુરુ જિલ્લાના સુરતકલ વિસ્તારમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. પોલીસ પ્રશાસને શહેરના મુસ્લિમોને તેમના ઘરે જ શુક્રવારની નમાજ અદા કરવા જણાવ્યું છે.
