જેમ જેમ આ શિયાળાની ઠંડી વધતી જાય છે. ત્યારે લગભગ બધાના ઘરોમાં અનેક પ્રકારની દેશી અને પૌસ્ટિક મીઠાઈઓ બનવા લાગે છે. જેમ કે ગુદરપાક,કાટલું,તલ ચિક્કી,શીંગ ચિક્કી, વગેરે. તમે કદાચ તમારી દાદીને ગુંદનાં લાડુ તૈયાર કરતા જોયા હશે. તે બાળકો અને પુખ્ત વયના લોકો બધા જ આ હેલ્ધી ગુંદના લાડુ ખાવાનું પસંદ કરતાં હોય છે. શિયાળા દરમિયાન શરીરને તંદુરસ્ત રાખવા માટે આ ઉતમ ગણાય છે અને ખાસ કરીને ઉત્તર ભારતમાં તે ખૂબ જ આરોગ્યપ્રદ નાસ્તો છે. તેમાં કુદરતી ગુંદ (ખાદ્ય ગમ) હોય છે. જે ઝાડની છાલમાંથી કાઢવામાં આવે છે.

ગુંદનાં લાડુ માટેની સામગ્રી :-

ઘઉંનો લોટ – 3/4 કપ, સૂકું આદુ – 150 ગ્રામ, ગોળ (છીણેલું) – 250 ગ્રામ, સૂકું નારિયેળ (છીણેલું) – 1 કપ, દેશી ઘી – 125 ગ્રામ, બદામ – 50 ગ્રામ, ગુંદ – 100, પિસ્તા બારીક સમારેલા – 25 ગ્રામ

ગુંદનાં લાડુ માટેની રીત :-

સૌ પ્રથમ એક કડાઈમાં 1 ચમચી ઘી ગરમ કરો અને ગુંદને સોનેરી થાય ત્યાં સુધી તળો પછી તેને બહાર કાઢીને ઠંડુ થવા માટે રાખો, આ પછી ગુંદને મિક્સરમાં અદકચરા પીસી લો અને ત્યાર પછી બદામને પીસી લો. પેનનું બાકીનું ઘી ફરીથી ગરમ કરો અને તેમાં લોટને ધીમી આંચ પર સોનેરી થાય ત્યાં સુધી સાંતળો.લાડુને હેલ્ધી બનાવવા માટે તેમાં ખાંડને બદલે ગોળ ઉમેરો. જેના માટે સૌપ્રથમ તેને એ જ પેનમાં ઓગળી લો, હવે એક મોટા વાસણ અથવા બાઉલમાં બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરો. જ્યારે મિશ્રણ થોડું ઠંડુ થાય ત્યાર પછી તેનાં લાડુ બનાવી લો.