અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન
જીઆઈડીસીમાં આયોજન કરાયું
ગોકુળ પાર્ટી પ્લોટ ખાતે આયોજન
હરિયાણા દિવસની કરાય ઉજવણી
સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા
અંકલેશ્વર જીઆઈડીસીમાં ભરૂચ-અંકલેશ્વર હરિયાણા સમાજ દ્વારા હરિયાણા દિવસની ઉજવણી નિમિત્તે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું
અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલા ગોકુળ પાર્ટી પ્લોટ ખાતે હરિયાણા દિવસ નિમિત્તે ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હરિયાણાની સંસ્કૃતિ અને પરંપરાને ઉજાગર કરતા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા.
કાર્યક્રમ દરમિયાન હરિયાણાની સમૃદ્ધ લોકસંસ્કૃતિ, પરંપરાગત નૃત્યો અને સાંસ્કૃતિક વારસાની સુંદર રજૂઆત કરવામાં આવી હતી. ઉપસ્થિત હરિયાણાવાસી ભાઈ-બહેનોએ ઉત્સાહભેર કાર્યક્રમમાં ભાગ લીધો હતો.આ પ્રસંગે દેશની એકતા અને અખંડિતતાનો સંદેશ આપતાં સરદાર વલ્લભભાઈ પટેલના પ્રેરણાદાયી શબ્દો, “એકતામાં જ દેશની શક્તિ છે”, યાદ કરવામાં આવ્યા હતા.
અંકલેશ્વર-ભરૂચની મહેમાનનવાજી વચ્ચે યોજાયેલા આ કાર્યક્રમ દ્વારા હરિયાણાની સંસ્કૃતિને વેગ મળ્યો હતો અને વિવિધ રાજ્યોના લોકો વચ્ચે એકતા, ભાઈચારો તથા સામાજિક સદભાવનાનો સંદેશ પ્રસર્યો હતો.
