ખેડા : નડીઆદના સંતરામ મંદિરમાં એક ઓરડાને “નરેન્દ્ર કક્ષ” નામ અપાયું, જાણો શું છે મંદિરનો PM સાથે નાતો..!

New Update
ખેડા : નડીઆદના સંતરામ મંદિરમાં એક ઓરડાને “નરેન્દ્ર કક્ષ” નામ અપાયું, જાણો શું છે મંદિરનો PM સાથે નાતો..!

ખેડા જિલ્લાની સાક્ષરભૂમિ પર વસેલું નડીઆદનું શ્રી સંતરામ મંદિર દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઘણી જૂની યાદો સાથે જોડાયેલ છે, જ્યારે દાયકાઓ પહેલા નરેન્દ્ર મોદી સંઘ પ્રચારક તરીકે RSSમાં કાર્યભાર સાંભળતા હતા, ત્યારે ખેડા જિલ્લાના તેમના પ્રવાસ દરમ્યાન નડીઆદના શ્રી સંતરામ મંદિરમાં રોકાતા હતા. જોકે આજે પણ નરેન્દ્ર મોદી શ્રી સંતરામ મંદિરના જે ઓરડામાં રોકાતા હતા, તે ઓરડાને “નરેન્દ્ર કક્ષ” નામ આપી વડાપ્રધાન મોદીની યાદોને જાળવી રાખવા માટે અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે.

આસ્થા, શ્રદ્ધા અને આધ્યાત્મિક શાંતિ એટલે દિવ્ય જ્યોતની ભૂમિ શ્રી સંતરામ મંદિર. આજે RSSના સામાન્ય કાર્યકરથી દેશના સર્વોચ્ચ પદ વડાપ્રધાન પદ સુધી ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્ર મોદી પહોચ્યા છે. જોકે RSSના ઉદેશોનો પ્રચારનો કાર્યભાર સંભાળતા હતા, ત્યારે ખેડા જિલ્લો તેમનું કાર્યક્ષેત્ર હતું. નરેન્દ્ર મોદી ખેડા જિલ્લામાં આવતા હતા, ત્યારે નડીઆદના શ્રી સંતરામ મંદિરના ઓરડા નંબર 5માં રોકાતા હતા, ત્યારે આજે તે ઓરડાને “નરેન્દ્ર કક્ષ”ના નામથી પણ ઓળખવામાં આવે છે. આજે નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન છે અને 17મી સપ્ટેમ્બરના રોજ તેમનો જન્મ દિવસ હોવાથી શ્રી સંતરામ મંદિરના સંતો અને ભક્તોએ ખૂબ આનંદ અને હર્ષ સાથે વડાપ્રધાન મોદીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી છે.

Latest Stories