ગુજરાતના તમામ જિલ્લાઓમાં યોજાતો પતંગોત્સવ કરાયો રદ્દ, કેબિનેટની બેઠકમાં લેવાયો મહત્વનો નિર્ણય

New Update
ગુજરાતના તમામ જિલ્લાઓમાં યોજાતો પતંગોત્સવ કરાયો રદ્દ, કેબિનેટની બેઠકમાં લેવાયો મહત્વનો નિર્ણય

કોરોનાની મહામારીને કારણે ગુજરાતના તમામ પતંગોત્સવ રદ કરવામાં આવ્યા છે. આજે મળેલી કેબિનેટની બેઠકમાં વિવિધ શહેર અને જિલ્લામાં યોજાતા પતંગોત્સવ તથા આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ યોજાશે નહીં. ઉલ્લેખનીય છે કે અલગ અલગ 8 જગ્યાએ પતંગોત્સવ યોજાતા હતા. આ ઉપરાંત રાત્રિ કર્ફયૂનો સમય પણ ઘટાડીને 9 વાગ્યાને બદલે 11 વાગ્યાથી 6 વાગ્યાનો કરવામાં આવે એવી શક્યતા છે. આ અંગે કેબિનેટમાં ચર્ચા થઈ ગઈ છે, જેના પર ગૃહ વિભાગ નિર્ણય લેશે.

Latest Stories