જાણો...શું છે... ક્રિસમસ તહેવાર અને તેની માન્યતા

જાણો...શું છે... ક્રિસમસ તહેવાર અને તેની માન્યતા
New Update

ભારતની અંદર ભલેને ખ્રિસ્તીઓની સંખ્યા ઓછી હોય પરંતુ આખી દુનિયામાં મોટા ભાગના લોકો ખ્રિસ્તી ધર્મ ધરાવતાં હોવાથી ક્રિસમસ હવે દુનિયાનો તહેવાર બની ગયો છે. એટલા માટે આજે આખી દુનિયાની અંદર ક્રિસમસને પણ ખુબ જ ધામધુમથી ઉજવવામાં આવે છે.

જેવી રીતે દિવાળી અને ઈદની જેમ બજારનો મુડ તહેવાર જેવો થઈ જાય છે તેમ જ હવે ક્રિસમસ વખતે પણ મોટા મોટા સેલની ઘોષણાઓ થઈ જાય છે. ગીફ્ટની ખરીદી, તેને પોતાના પ્રિયજનોની નજરથી સંતાડીને રાખવા, કૈરોલ સિંગીગ આ બધી જ વસ્તુઓ ક્રિસમસ સાથે જોડાયેલી છે જે દરેકને પોતાની તરફ આકર્ષિત કરે છે. પહેલાં માત્ર ફોરેનમાં જ ક્રિસમસની સેલ લાગતી હતી પરંતુ હવે તો ગોવા, કેરાલા, મુંબઈ અને ઉત્તર ભારતમાં પણ ક્રિસમસની અનોખી ઉજવણી જોવા મળે છે.

માણસ ભલેને કોઈ પણ દેશમાં કોઈ પણ વેશે રહેતો હોય પરંતુ તેની ભાવનાઓ આખી દુનિયામાં એક જેવી જ હોય છે. કેમકે ભારતમાં ખ્રિસ્તી લોકોની પેઢીઓ પહેલાંથી ખ્રિસ્તી ન હતી તે હિંદુઓ હતાં એટલે આજે પણ તેમની ખાણી-પીણી, વ્યવહાર અને સંસ્કૃતિમાં પણ તેમના સંસ્કાર જોવા મળે છે.

આમ તો આખી દુનિયામાં ક્રિસમસ ઉજવવાની કોઈ ચોક્કસ એક રીત નથી. અહીંયા સુધી કે ૨૫ ડિસેમ્બરની અડધી રાત્રે ગવાતુ સમુહગાન પણ ઘણી જગ્યાએ સ્થાનિક આદર્શો, સંકલ્પ અને ઉદ્દેશ્યોને પોતાની અંદર સમાવી લે છે. દરેક દેશની પોતાની મૌલિક સંસ્કૃતિ છે. એટલા માટે દરેક દેશ પોતાની રીતે ખુશીની ઉજવણી કરે છે. એટલા માટે હર્ષોલ્લસ ફિક્કો નથી પડતો પરંતુ સપ્તરંગી થઈ જાય છે.

નાતાલ ના તહેવારમાં લોકો ઘર, ઓફિસ, દુકાનો વગેરે સજાવે છે. આ તહેવાર સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે.ભારતમાં પણ આ તહેવાર ખૂબ જ પ્રચલિત છે.બાળકોને આ તહેવાર માટે ખુબજ ઉત્સાહ હોય છે. સાન્ટાક્લોઝ ની વાટ બાળકો આખા વર્ષ દરમિયાન જોતા હોય છે.તેમને ભેટ મળે એ માટે બાળકો ક્રિસમસ શોક્સ,ક્રિસમસ ની સાંજે ઘરની બહાર લટકાવે છે. જેથી સાન્ટા ક્લોઝ રાત્રે આવે અને તેમાં ગીફ્ટ મૂકી જાય.બાળકોની વચ્ચે ક્રિસમસ ને લઈને અલગ અલગ કહાનીઓ પ્રસીધ્ધ છે.તેમના માટે આ તહેવાર ખુશીનો પીટારો લઇ આવે છે. ભારત એક વિવિધતા થી ભરેલ દેશ છે અને આ તહેવાર ભારતમાં પણ ખુબ ઉત્સાહથી સેલિબ્રેટ કરવામાં આવે છે.

  • ક્રિસમસ પાછળની માન્યતા

ક્રિસમસ દરમિયાન જ પ્રભુ ઈસુનો જન્મ થયો હતો. બાઇબલમાં પણ એ કહેવામાં આવ્યું છે ફે પ્રભુ ઈસુનો જન્મ આ દુનિચાથી નાના-મોંટા, ધનવાન-ગરીબ, ઊંચ-નીચ ના ભેદભાવને દુર કરવા માટે થયો હતો. પ્રભુ ઈસુએ ગરીબ કુળમાં જન્મ લઈને ગરીબોર્ લાચાર ના પુનજીંવન માટે આ ધરતીમાં જન્મ લીધો હતો. બાઇબલ અનુસાર, ઈશ્વરે પોતાના ભકત યાશાયાહ ના માધ્યમથી ઇ.સ.૮૦૦ વર્ષ પૂર્વે જ એ ભવિષ્યવાણી કરી દીધી હતી ફે આ દુનિયામાં એક રાજકુમાર જન્મ લેશે અને તેની નામ ઈમેનુંએલ રાખવામાં આવશે. ઈમેનુંએલ નો અર્થ એ થાય છે કે ‘ઈશ્વર આપણી સાથે’. આ રીતે પ્રભુ ઈસુએ પૃથ્વી પર જન્મ લીધો.

  • ક્રિસમસ અને સાન્તા ક્લોઝ

ક્રિસમસનું નામ યાદ આવતા જ સૌથી પહેલા સાન્ટા ક્લોઝનું નામ આપણા મગજમાં આવે અને યાદ આવે તેમની સફેદ દાઢી, એ સફેદ લાલ ડ્રેસ અને તેમના ખભા પર ગીફ્ટનો થેલો. જોકે, ઈસામસીહ અને સાન્ટાનું કોઈ કનેક્શન નથી. સાન્ટાની ઉત્પત્તિ વિષે કોઈને કઇ ખબર નથી. લોકો માને છે કે સેન્ટ નિકોલસ જ સાન્ટાનુ' અસલી રૂપ છે. જે એક પાદરી હતા અને બાળકોને ખુબજ પસદ કરતા હતા તથા ભેટ આપતા હતા. સાન્ટા બાળકો ના પ્રિય છે અને ક્રિસમસના દિવસે તમામ બાળકો સાન્ટા ક્લોઝની અઘીરાઈપૂર્વક રાહ જોઈ રહ્યા હોય છે.

  • ક્રિસમસ ટ્રીનો જન્મ

ક્રિસમસ સાથે જોડાયેલ બીજી અગત્યની વસ્તુ છે ક્રિસમસ ટ્રી. ક્રિસમસ ના દિવસે આને અલગ-અલગ રીતે સજાવીને ઘરમાં રાખવામાં આવે છે, જેમાં ગીક્ટ લટકાવવામાં આવે છે. એવું માનવામાં છે કે ક્રિસમસ ટ્રી નો આરંભ આઠમી સદીમાં જર્મનીમાં થયો હતો. જ્યાં બોનિફેસ નામના એક અગ્રેજ ધર્મ પ્રચારક એ આને પ્રચલિત કર્યું હતું.

ક્રિસમસ ટ્રીની સજાવટ પાછળ એક બીમાર બાળક જોનાથનની વિશ જોડાયેલ છે. વર્ષ ૧૯૧૨ માં જયારે જોનાથન ખૂબ જ બીમાર પડયો હતા ત્યારે તેને તેના પિતા પાસે ક્રિસમસ ટ્રી ને સજાવવાનીં વિનંતીઓ કરી. પુત્રની ઈચ્છા પૂરી કરવા માટે તેમને ક્રિસમસ ટ્રી ને ફૂલોર્ પાંદડા, રંગબેરંગી કાગળ અને ફળ સાથે સજાલ્થું. ત્યારથી વિશ્વભર માં ક્રિસમસ ટ્રી તે અલગ અલગ રીતે સજાવટ કરવાની પ્રથા ચાલી આવી છે. હેપિનેસ અને ઉત્સાહ તો આ તહેવાર, તમારા જીવન માં ખુબ ખુશીઓ લઈને આવે અને સાન્ટા તમારી બધીજ વિશ પૂરી કરે છે.

#લેખ
Here are a few more articles:
Read the Next Article