કચ્છ: ભુજ નગરપાલિકાની ઓનલાઈન સામાન્ય સભા યોજાય, જુઓ શું લેવાયા નિર્ણય

New Update
કચ્છ: ભુજ નગરપાલિકાની ઓનલાઈન સામાન્ય સભા યોજાય, જુઓ શું લેવાયા નિર્ણય

કચ્છનાં પાટનગર ભુજ નગરપાલિકાની આજે ખાસ સામાન્ય સભા યોજવામાં આવી હતી કોરોનાના કારણે ઓનલાઈન મોડથી સામાન્ય સભા યોજાઈ હતી.

ગુજરાત સરકાર દ્વારા 30 જૂન સુધી રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને વર્ચ્યુઅલ મોડથી સામાન્ય સભા યોજવા સૂચના અપાઈ છે . જે અનુસંધાને ભુજ નગરપાલિકાની ત્રિમાસિક સામાન્ય સભા આજે ઓનલાઈન યોજવામાં આવી હતી. નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, ચીફ ઓફિસર સહિતના અધિકારી અને પદાધિકારીઓ કચેરીએથી ઓનલાઈન સભામાં જોડાયા હતા જ્યારે નગરસેવકોએ ઓનલાઈન મોડથી સભામાં હાજરી આપી હતી.

પ્રથમ વખત આ પ્રકારે સામાન્ય સભા યોજવામાં આવી હતી ખાસ તો ત્રિમાસિક હિસાબોનું વાંચન, હમીરસર પાસે નવી દીવાલ બનાવવાના કામને મંજુરી અપાઈ હતી. નગરપાલિકાની ફાયરશાખામાં ભરતી પ્રક્રિયા માટે સમિતિની રચના પણ કરવામાં આવી છે

Latest Stories