કચ્છના માંડવી વિસ્તારમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. માંડવીના દરિયામાં ત્રણ કિશોર સહિત ચાર લોકો ડૂબ્યા હોવાની માહિતી સામે આવી છે. જેમાં બે કિશોરના ડૂબી જવાથી મોત થયા છે જ્યારે એકને રેસ્ક્યુ કરીને બચાવી લેવામાં આવ્યો છે. એક યુવક હજુ પણ લાપતા બનતા શોધખોળ હાથ ધરવામાં આવી છે.
દરિયામાં ન્હાવા ગયા હતા તે દરમિયાન આ દુર્ઘટના ઘટી હતી. બનાવને પગલે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા.
