કચ્છ જિલ્લાના માંડવી બીચ પર પેરાગ્લાઇડિંગ કરતો યુવાન પટકાયો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે, ત્યારે સમગ્ર ઘટનામાં યુવાનને નાની મોટી ઇજા પહોચી હોવાનું પણ જાણવા મળ્યું છે. કચ્છ જિલ્લાના માંડવી બીચ પર ફરવા માટે આવતા પ્રવાસીઓ પોતાના મનોરંજન માટે પેરાગ્લાઇડિંગ કરતાં હોય છે, ત્યારે પેરાગ્લાઇડિંગ કરતી વેળા ભુજનો યુવાન નીચે પટકાયો હોવાની ઘટના સર્જાય હતી.

સમગ્ર ઘટનામાં યુવાનને નાની મોટી ઇજા પહોચી હતી. જેમાં બ્લૂસ્ટાર વોટર પેરાશૂટ-પેરાગ્લાઇડિંગના વાહન ચાલકે અચાનક બ્રેક મારી બંધ કરતા આ દુર્ઘટના સર્જાય હોવાનું લોકોનું કહેવું છે. જોકે, સેફ્ટીના સાધનોનો અભાવ હોવાના કારણે યુવાનને ઇજા પહોચતા માંડવી પોલીસ મથકે વાહન ચાલક વિરુદ્ધ ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે. તો બીજી તરફ પેરાગલાઈડિંગ બંધ રાખવા વહીવટી તંત્રના આદેશ છતાં પણ યથાવત રખાયું હોવાનો પણ ઘટસ્ફોટ થયો છે.