અષાઢી બીજના પવિત્ર અવસરે આજે અમદાવાદ ભગવાન જગન્નાથજીની 149મી ઐતિહાસિક રથયાત્રાનો સાક્ષી બન્યું છે. જમાલપુર સ્થિત શ્રી જગન્નાથ મંદિરથી ભક્તોના જયઘોષ વચ્ચે ભગવાન જગન્નાથજી, ભાઈ બળભદ્રજી અને બહેન સુભદ્રાજી ભવ્ય રથમાં બિરાજમાન થઈ નગરચર્યાએ નીકળ્યા છે. ઓડિશાના પુરી બાદ અમદાવાદની રથયાત્રા દેશની સૌથી મોટી અને ઐતિહાસિક રથયાત્રાઓમાં સ્થાન ધરાવે છે.
રથયાત્રાનો પ્રારંભ સવારે લગભગ 7 વાગ્યે જમાલપુરના શ્રી જગન્નાથ મંદિરથી થયો છે. આશરે 16 કિલોમીટરનો માર્ગ કાપીને ભગવાનના રથો રાત્રે અંદાજે 8:30 વાગ્યે ફરીથી નિજ મંદિરે પરત ફરશે. સમગ્ર માર્ગ દરમિયાન લાખો શ્રદ્ધાળુઓ ભગવાનના દર્શન કરશે.જમાલપુરથી શરૂ થયેલી રથયાત્રા વૈશ્ય સભા, ગોલીમડા, આસ્ટોડિયા ચકલા, મદનગોપાલની હવેલી, રાયપુર ચકલા, ખાડિયા જૂની ગેટ, ખાડિયા ચાર રસ્તા, પંચકૂવા, કાલુપુર સર્કલ અને કાલુપુર બ્રિજ થઈ ભગવાનના મોસાળ સરસપુર પહોંચશે. સરસપુર ખાતે ભગવાનનું પરંપરાગત સ્વાગત કરવામાં આવશે અને ભક્તો માટે મહાભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારબાદ બપોરે સરસપુરથી પરત ફરતી યાત્રા કાલુપુર ચોખા બજાર, પ્રેમ દરવાજા, દરિયાપુર, શાહપુર, દિલ્હી ચકલા, ઘી કાંટા, પાનકોર નાકા, માણેકચોક અને ખમાસા થઈને જમાલપુર સ્થિત શ્રી જગન્નાથ મંદિરે પરત ફરશે.
સંભવિત સમયપત્રક
રાત્રે 8:30 વાગ્યે – જમાલપુર સ્થિત નિજ મંદિરે આગમન
સવારે 7:00 વાગ્યે – જમાલપુર મંદિરથી રથયાત્રાનો પ્રારંભ
સવારે 9:00 વાગ્યે – મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તાર
સવારે 9:45 વાગ્યે – રાયપુર ચકલા
સવારે 10:30 વાગ્યે – ખાડિયા ચાર રસ્તા
સવારે 11:15 વાગ્યે – કાલુપુર સર્કલ
બપોરે 12:00 વાગ્યે – સરસપુર આગમન
બપોરે 1:30 વાગ્યે – સરસપુરથી પરત પ્રસ્થાન
બપોરે 2:00 વાગ્યે – કાલુપુર સર્કલ
બપોરે 2:30 વાગ્યે – પ્રેમ દરવાજા
બપોરે 3:15 વાગ્યે – દિલ્હી ચકલા
બપોરે 3:45 વાગ્યે – શાહપુર વિસ્તાર
સાંજે 4:30 વાગ્યે – આર.સી. હાઈસ્કૂલ વિસ્તાર
સાંજે 5:00 વાગ્યે – ઘી કાંટા
સાંજે 5:45 વાગ્યે – પાનકોર નાકા
સાંજે 6:30 વાગ્યે – માણેકચોક
