ભરૂચ જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન છૂટોછવાયો વરસાદ નોંધાયો છે. જિલ્લાના 9 તાલુકામાંથી 5 તાલુકામાં વરસાદ વરસ્યો હોવાનું સત્તાવાર આંકડાઓમાં સામે આવ્યું છે. દક્ષિણ ગુજરાતમાં ફરી વરસાદી માહોલ સક્રિય બનતા જિલ્લામાં અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ વરસ્યો છે.વરસાદના આંકડા મુજબ નેત્રંગ તાલુકામાં સૌથી વધુ 29 મી.મી. વરસાદ નોંધાયો છે. ત્યારબાદ વાલિયામાં 10 મી.મી., ઝઘડિયામાં 8 મી.મી., આમોદમાં 6 મી.મી. અને ભરૂચ તાલુકામાં 1 મી.મી. વરસાદ નોંધાયો છે.જ્યારે જંબુસર, વાગરા, અંકલેશ્વર અને હાંસોટ તાલુકામાં વરસાદ નોંધાયો નથી.હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતમાં આગામી દિવસોમાં પણ છૂટોછવાયો વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે, 

તાલુકાવાર વરસાદ (મી.મી.)

– જંબુસર – 0

– આમોદ – 6

– વાગરા – 0

– ભરૂચ – 1

– ઝઘડિયા – 8

– અંકલેશ્વર – 0

– હાંસોટ – 0

– વાલિયા – 10

– નેત્રંગ – 29