સમગ્ર દેશમાં યુવતીઓની લગ્નની ન્યૂનતમ ઉંમર 18થી વધીને 21 વર્ષ કરવા માટે કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. આ કડો તમામ ધર્મ અને વર્ગના લોકો પર લાગુ થશે.

કેન્દ્રીય મંત્રીમંડળે બુધવારે બે મોટા સુધારા સાથે જોડાયેલા બિલને મંજૂરી આપી છે. જેમાં પ્રથમ સુધારો દેશમાં યુવતીઓની લગ્નની ઉંમર સાથે સંકળાયેલો છે. કેબિનેટે દેશમાં યુવક અને યુવતીઓના લગ્નની ન્યૂનતમ ઉંમર એક સરખી કરી છે. એટલે કે, યુવતીઓની લગ્નની ન્યૂનતમ ઉંમર પણ 21 વર્ષ કરવાના બિલને મંજૂરી મહોર લાગી છે. જોકે, આ કાયદો લાગુ થયો તો તમામ ધર્મો અને વર્ગોમાં યુવતીઓના લગ્નની ન્યૂનતમ ઉંમર બદલાઈ જશે. જેથી આ કાયદો તમામ ધર્મ અને વર્ગના લોકો પર લાગુ થશે.