ભરૂચ : લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીના છાત્રને કોવિડાદી ચુર્ણ માટે મળ્યું ઇનામ

New Update
ભરૂચ : લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીના છાત્રને કોવિડાદી ચુર્ણ માટે મળ્યું ઇનામ

ભરૂચની લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીના વિદ્યાર્થીએ તૈયાર કરેલા કોવિડાદી ચુર્ણની રાજયસ્તરે નોંધ લેવામાં આવી છે. અમદાવાદની એલ.એમ.કોલેજ ઓફ ફાર્મસી ખાતે આયોજીત સ્પર્ધામાં આ પ્રોજેકટને નવમો ક્રમાંક મળ્યો છે.

સમગ્ર વિશ્વ કોરોનાની મહામારીમાંથી પસાર થઇ રહયું છે અને કોરોનાની વેકસીનની શોધ માટે દેશભરના વૈજ્ઞાનિકો કામે લાગ્યાં છે. આવામાં આર્યુવેદની મદદથી કોરોના સામે રક્ષણ કેવી રીતે મળી રહે તેનું બીડું ભરૂચની લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીના વિદ્યાર્થી મહંમદસાદ ગૌડે ઉપાડયું હતું. કોલેજના પ્રિન્સિપાલ પ્રોફેસર ડૉ. કિશોર ઢોલવાણીના માર્ગદર્શન હેઠળ તેણે વિવિધ આર્યુવેદિક વસ્તુઓનો ઉપયોગ કરી કોવિડાદી ચુર્ણ તૈયાર કર્યું હતું.

તાજેતરમાં સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન પોલીસી અંતર્ગત અમદાવાદની એલ.એમ. કોલેજ ઓફ ફાર્મસીના અટલ ઇન્કયુબેશન સેન્ટર ખાતે કોમ્પીટીશનનું આયોજન કરાયું હતું. જેમાં રાજયની વિવિધ ફાર્મસી કોલેજના 150 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાંથી 28 વિદ્યાર્થીઓએ તેમના પ્રોજેકટ રજુ કરવા માટે આમંત્રિત કરાયાં હતાં. 28 પૈકી 10 પ્રોજેકટને વિજેતા જાહેર કરવામાં આવ્યાં છે. ભરૂચની લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીના મહંમદસાદ ગૌડના કોવિડાદી ચુર્ણના પ્રોજેકટને નવમો ક્રમ મળ્યો છે. મહંમદસાદ ગૌડે મેળવેલી સિધ્ધિ બદલ તેને કોલેજના ચેરમેન એમ.એસ.જોલી, ટ્રસ્ટી કરણ જોલી અને ટ્રસ્ટી યોગેશ પારીક સહિતના સ્ટાફે અભિનંદન આપ્યાં છે.

Latest Stories