જીવનમાં યોગનું મહત્વ, બદલાશે જીવન....

આપણી ભારતીય સંસ્કૃતિમાં યોગનું વિશેષ મહત્વ રહેલું છે. 21 જૂન ના રોજ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે .

New Update
yog divas.png

આપણી ભારતીય સંસ્કૃતિમાં યોગનું વિશેષ મહત્વ રહેલું છે. 21 જૂન ના રોજ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે .

યોગ દ્વારા જીવનમાં શારીરિક શક્તિઓ સાથે મજબૂત મનોબળ અને આંતરિક શક્તિઓનો સંચાર થાય છે.આપણે યોગને રોજીંદી જીવન પ્રણાલી સાથે જોડીને દરરોજ યોગ પ્રાણાયામ કરો. જેથી આપની આંતરિક ઉરજમાં વધારો થાય. યોગને પરિણામે તમે દિવસભર તાજગી અનુભવશો. જેનાથી તમે વધારે આનંદમાં જીવશો. અને સ્વસ્થ રહેશો. 

યોગ શબ્દના બે અર્થ થાય છે અને બંને મહત્વના છે. પહેલો અર્થ જોડ અને બીજો સમાધિ . જ્યાં સુધી આપણે પોતાની જાત સાથે નથી જોડતા ત્યાં સુધી સમાધિ સુધી પોહચવું સહેલું નથી . યોગ એ જીવન જીવવાની કળા છે. યોગ એક સરળ સીધું વિજ્ઞાન છે. બધા દર્શનો, વિધિઓ, નીતિઓ, નિયાઓ, ધર્મો અને વ્યવસ્થાઓમાં યોગ સર્વ શ્રેષ્ઠ છે. આ યોગને આપણે આષ્ટાંગ યોગના નામે ઓળખીએ છીયે. આષ્ટાંગ એટ્લે યોગના 8 અંગ. શરૂઆતના 5 અંગોમાંથી યોગ વિદ્યામાં પ્રવેશ કરવાની તૈયારી થાય છે.

યોગના 8 અંગો છે : યમ , નિયમ, આસન , પ્રાણાયામ , પ્રત્યાહાર , ધારણા , ધ્યાન અને સમાધિ. આ આપેલા અંગો પાછા પોતાના ઉપ અંગ પણ ધરાવે છે કહેવાય છે કે શરીર ને બદલશો તો મન બદલશે. મન બદલશો તો બુદ્ધિ બદલશે. બુદ્ધિ બદલાશે તો આત્મા અને એક સ્વસ્થ આત્મા જ સમાધિ મેળવી શકે છે. યોગ કરવાના અનેક ફાયદા છે. નિયમિત યોગ કરવાથી તમારુ દિલ મજબૂત થાય છે. તણાવથી બચો છો. યાદગીરી મજબૂત થાય છે. બીપીની સમસ્યા રહેતી નથી. વજન વધતુ નથી. આ ઉપરાંત સૌથી જરૂરી વાત તમારા મગજમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. તો રોજ સવારે ઉઠીને આ યોગાસનોને અજમાવો અને તમારા શરીરને ફિટ અને તંદુરસ્ત રાખો.આસનો ના પણ અનેક પ્રકાર છે : બાલાસન ભુજંગાસન ત્રિકોણાસન - યોગ કહે છે કે શરીર અને મનનુ દમન નથી કરવાનુપણ આનુ રૂપાંતર કરવાનુ છે. આના રૂપાંતરથી જ જીવનમાં બદલાવ આવશે. જીવનમાં યોગ અપનાવી રોગ ભગાવો અને એક સરળ સુંદર અને સ્વસ્થ જીવનશૈલી જીવો એ તમારા હાથમાં છે . 

Latest Stories