ભરૂચ: ભારે વાહનો માટે બંધ આમોદ નજીક ઢાઢર નદી પરના બ્રિજનું લોડ ટેસ્ટિંગ કરાયુ, રિપોર્ટ આવ્યા બાદ લેવાશે નિર્ણય
પાદરા તાલુકાનાં ગંભીરાબ્રીજની દુઘટર્ના બાદ તંત્ર સફાળું જાગ્યુ હતું અને ગૂજરાતભરમાં આવેલાં જુના અને ખખડધજ બ્રીજની ચકાસણી કરવામાં આવી રહી છે ભરૂચ | ગુજરાત | સમાચાર |
ભરૂચના આમોદ જંબુસરનો જોડતા ઢાઢર નદી પરના બ્રિજનું માર્ગ મકાન વિભાગ દ્વારા લોડ ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું.પાદરા તાલુકાનાં ગંભીરાબ્રીજની દુઘટર્ના બાદ તંત્ર સફાળું જાગ્યુ હતું અને ગૂજરાતભરમાં આવેલાં જુના અને ખખડધજ બ્રીજની ચકાસણી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે આ કામગીરી કરવામાં આવી હતી. આ અગાઉ ભરૂચ જિલ્લા કલેકટર દ્વારા ઢાઢર બ્રીજની ભયજનક સ્થિતિના પગલે ભારદારી વાહનો માટે પ્રતિબંધનો હુકમ કરવામાં આવ્યો હતો.
અંદાજિત એક મહિનાથી ભારદારી વાહનો માટે બ્રિજને બંધ કરવામાં આવ્યો છે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા એન.ડી. ટી. ટેસ્ટ અને બ્રિજના સ્લેબમાંથી કોર લેડલ ટેસ્ટ માટે બ્રિજના પિલ્લરમાં તેમજ કેપમાંથી મહાકાય ક્રેનની મદદથી કોર લેડલ સેમ્પલ લેવામાં આવ્યા હતા જેના પગલે બ્રિજના સ્ટ્રક્ચરની મજબૂતી કેવી છે અને એના પરથી ભારદારી વાહનો પસાર થઈ શકશે કે કેમ તે અંગેનો રિપોર્ટ આવ્યા બાદ તંત્ર દ્વારા અગાઉના નિર્ણયો લેવાશે.
