રાજ્ય સરકારની મોટી જાહેરાત

બલ્ક ડ્રગ પાર્ક અંગે જાહેરાત

10% સબસીડીની જાહેરાત

100% સ્ટેમ્પ ડ્યુટીમાં રાહત

ફાર્મા ક્ષેત્રને મળશે વેગ

રાજ્ય સરકાર દ્વારા ફાર્મા ક્ષેત્રને વેગ આપવા માટે જંબુસરમાં નિર્માણ પામી રહેલા બલ્ક ડ્રગ પાર્ક માટે મોટી જાહેરાત કરવામાં આવી છે.જેમાં 10% સબસીડી અને સ્ટેમ્પ ડ્યુટીમાં 100 ટકા રાહત આપવાનો મહત્વનો નિર્ણય લેવાયો છે

ભરૂચના જંબુસર ખાતે નિર્માણ પામી રહેલા ‘બલ્ક ડ્રગ પાર્ક’ને વેગ આપવા અને રાજ્યમાં ઔદ્યોગિક વિકાસને નવી ઊંચાઈ પર લઈ જવા માટે ગુજરાત સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જંબુસર બલ્ક ડ્રગ પાર્ક માટે ‘વિશિષ્ટ પ્રોત્સાહક યોજના’ની જાહેરાત કરી છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં મોટું મૂડીરોકાણ આકર્ષવાનો છે.યોજના હેઠળ મળવાપાત્ર મુખ્ય લાભો

સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી આ વિશેષ પ્રોત્સાહક યોજના હેઠળ રોકાણકારો માટે અનેક આકર્ષક જોગવાઈઓ કરવામાં આવી છે.પાર્કમાં સ્થાપવામાં આવતા પાત્ર એકમોને તેમના કુલ મૂડીરોકાણ પર 10 ટકા સબસિડીનો લાભ મળશે.

ઉત્પાદન એકમોને વીજળી અને પાણી જેવા યુટિલિટી ખર્ચમાં 10 વર્ષ સુધી રિઇમ્બર્સમેન્ટ આપવામાં આવશે.જમીન ખરીદી અને નોંધણી સંબંધિત સ્ટેમ્પ ડ્યુટી તથા રજિસ્ટ્રેશન ફીમાં 100 ટકા રિઇમ્બર્સમેન્ટ મળશે.સરકારની આ પહેલને ઔદ્યોગિક ક્ષેત્રે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે