ભરૂચ એસઓજીની ટીમે શહેર બી ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં દરોડો પાડી 1.922 કિલો ગાંજાના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો. પોલીસે રૂપિયા 96,100 કિંમતનો ગાંજો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ભરૂચ એસઓજીની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે કંથારીયા રોડ પર જીનત બંગ્લોઝ પાછળ આવેલા ખુબેબ પાર્ક-1 વિસ્તારમાં આવેલા મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. અને મહંમદ સલીમ અબ્દુલહમીદ શેખના ઘરની તલાશી લેવામાં આવતા ઘરમાંથી ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો.
દરોડા દરમિયાન પોલીસે મહંમદ સલીમ અબ્દુલહમીદ શેખ પાસેથી 1.922 કિલો ગાંજો કબજે કર્યો હતો. સમગ્ર મુદ્દામાલની કિંમત રૂપિયા 96,100 હોવાનું સામે આવ્યું છે. પોલીસે આરોપીની ધરપકડ કરીને ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ મથકે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. તપાસ દરમિયાન રાકેશ સલાવત નામનો ઓડિશાનો એક શખ્સ આ કેસમાં વોન્ટેડ હોવાનું બહાર આવ્યું છે.
