અંકલેશ્વર તાલુકાના માંડવા ગામ ખાતે આવેલી ગાયત્રી કન્યા છાત્રાલય ખાતે ગૌરીવ્રત પર્વની પ્રભાવશાળી ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે માનવ જન કલ્યાણ પર્યાવરણ ટ્રસ્ટ દ્વારા વ્રત-ઉપવાસ કરતી અંદાજીત 200 જેટલી દીકરીઓ માટે ખાસ ફરાળી ભોજનની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી.આ ઉત્સવ અને સેવાકીય પ્રસંગે માનવ જન કલ્યાણ પર્યાવરણ ટ્રસ્ટના પ્રમુખ શૈલેષ પ્રજાપતિ તથા તેમનો પરિવાર ખાસ ઉપસ્થિત રહ્યો હતો. શૈલેશ પ્રજાપતિ અને તેમના પરિવારે જાતે ઉપસ્થિત રહીને દીકરીઓને ભોજન પીરસી સેવા આપી હતી,અને સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. છાત્રાલયના સંચાલકો અને દીકરીઓએ ટ્રસ્ટ અને પ્રજાપતિ પરિવારની આ ઉત્કૃષ્ટ સેવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.


