*છેલ્લા 24 કલાક દરમિયાન ગરુડેશ્વરમાં સૌથી વધુ 218 મિ.મી. વરસાદ નોંધાયો
તા. 01 ઓગસ્ટ, 2026ના રોજ સવારે 6:00 થી 8:00 વાગ્યા દરમિયાન તિલકવાડામાં સૌથી વધુ 70 મિ.મી. વરસાદ નોંધાયો
રાજ્યમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમના પગલે નર્મદા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં જિલ્લા કંટ્રોલ રૂમ દ્વારા તા. 01 ઓગસ્ટ, 2026ના રોજ સવારે જાહેર કરાયેલા વરસાદના અહેવાલ મુજબ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સરેરાશ 158.33 મિ.મી. વરસાદ નોંધાયો છે. જ્યારે ચાલુ ચોમાસા દરમિયાન જિલ્લામાં કુલ સરેરાશ 681.50 મિ.મી. વરસાદ નોંધાયો છે, જે છેલ્લા 30 વર્ષના સરેરાશ વરસાદ 1141 મિ.મી. ની સરખામણીએ 59.71 ટકા જેટલો છે.
જિલ્લામાં તાલુકાવાર વરસાદની સ્થિતિ જોઈએ તો ગરુડેશ્વર તાલુકામાં છેલ્લા 24 કલાક દરમિયાન સૌથી વધુ 218 મિ.મી. વરસાદ નોંધાયો છે. ત્યારબાદ સાગબારામાં 201 મિ.મી., નાંદોદમાં 166 મિ.મી., તિલકવાડામાં 153 મિ.મી., ડેડિયાપાડામાં 137 મિ.મી. તથા ચીકદા તાલુકામાં 75 મિ.મી. વરસાદ નોંધાયો છે.
ચાલુ ચોમાસામાં અત્યાર સુધીના કુલ વરસાદની વાત કરીએ તો સાગબારા તાલુકામાં સૌથી વધુ 921 મિ.મી. વરસાદ નોંધાયો છે. ત્યારબાદ ડેડિયાપાડામાં 791 મિ.મી., ચીકદામાં 695 મિ.મી., નાંદોદમાં 642 મિ.મી., ગરુડેશ્વરમાં 558 મિ.મી. તથા તિલકવાડામાં 482 મિ.મી. વરસાદ નોંધાયો છે.
છેલ્લા 30 વર્ષના સરેરાશ વરસાદની સરખામણીએ સાગબારા તાલુકામાં 75.37 ટકા, ડેડિયાપાડામાં 62.83 ટકા, નાંદોદમાં 62.27 ટકા, ગરુડેશ્વરમાં 55.91 ટકા, ચીકદામાં 55.20 ટકા અને તિલકવાડામાં 44.67 ટકા વરસાદ નોંધાયો છે.
તા. 01 ઓગસ્ટ, 2026ના રોજ સવારે 6:00 થી 8:00 વાગ્યા દરમિયાન નર્મદા જિલ્લામાં નોંધાયેલા વરસાદ મુજબ તિલકવાડા તાલુકામાં સૌથી વધુ 70 મિ.મી. વરસાદ નોંધાયો હતો. જ્યારે ગરુડેશ્વર તાલુકામાં 52 મિ.મી., નાંદોદ તાલુકામાં 49 મિ.મી., ચીકદા તાલુકામાં 13 મિ.મી. અને ડેડિયાપાડા તાલુકામાં 4 મિ.મી. વરસાદ નોંધાયો હતો. સાગબારા તાલુકામાં આ સમયગાળા દરમિયાન વરસાદ નોંધાયો નથી.
જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વરસાદની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. નદી-નાળા અને જળાશયોની સ્થિતિનું સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. નાગરિકોને ભારે વરસાદ દરમિયાન સાવચેતી રાખવા, નદી-નાળાઓમાં અવરજવર ટાળવા તથા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સમયાંતરે આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા અનુરોધ કરવામાં આવે છે.
