ડી. એ. આનંદપુરા બર્ડ પાર્ક’નો ભવ્ય પ્રારંભ
પક્ષીઓ માટે બનશે કુદરતી આશ્રયસ્થાન
5000 ચોરસ મીટરમાં 1000થી વધુ વૃક્ષો
20થી વધુ પ્રકારના વૃક્ષોનું વાવેતર કરાયું
‘ઘર સુરક્ષા’ પુસ્તિકાનું પણ વિમોચન કરાયું
અંકલેશ્વરના ઔદ્યોગિક વિસ્તારમાં પ્રકૃતિના જતન માટે એક સુંદર અને વિશિષ્ટ પહેલ કરવામાં આવી છે.જેમાં ડી. એ. આનંદપુરા બર્ડ પાર્ક’નો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો.
અંકલેશ્વર જીઆઈડીસીના માનવમંદિર સામેની ગલી પાસે આશરે 5000 ચોરસ મીટર વિસ્તારમાં ‘ડી.એ. આનંદપુરા બર્ડ પાર્ક’નો શુભારંભ કરવામાં આવ્યો છે.આ પાર્કમાં 20થી વધુ પ્રકારના 1000 જેટલા વૃક્ષો વાવવામાં આવ્યા છે, જેથી સ્થાનિક અને સ્થળાંતરિત પક્ષીઓને ફળ અને કુદરતી આશ્રય મળી રહે.
કોહીઝોન કંપનીના વાઇસ પ્રેસિડેન્ટ પ્રવીણ જોશીના હસ્તે પાર્કનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ ખાસ પ્રસંગે AEPS ના ચેરમેન અતુલ બુચનું સન્માન કરવામાં આવ્યું હતું,અને સંસ્થાના સ્થાપક સ્વ.ડી.એ.આનંદપુરાના પ્રદાનને યાદ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ દરમિયાન ‘ઘર સુરક્ષા’ પુસ્તિકાનું વિમોચન પણ કરાયું હતું. આ પ્રસંગે ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ જેઠવા,ઉપપ્રમુખ વાલમજી દેસાઈ,નોટિફાઈડ ચેરમેન પ્રબોધ પટેલ,હિતેન આંદનપુરા સહિતના આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.
