ગુજરાતમાં મેઘરાજાએ જળબંબાકારની સ્થિતિ સર્જી છે. તારીખ 22મી જુલાઈના રોજથી વલસાડ, સુરત અને તાપી તથા બે કેન્દ્ર શાસિત પ્રદેશો દીવ-દમણ અને દાદરા નગર હવેલીનો તો જાણે વારો જ પાડી દીધો હોય એ રીતે ભયંકર વરસાદ પડી રહ્યો છે. વલસાડના ઉમરગામમાં તો રીતસરનું આભ ફાટ્યું છે અને 24 કલાકમાં જ 35 ઈંચથી વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે. ત્યારે આગામી ત્રણ કલાક માટે નાઉકાસ્ટ હેઠળ હવામાન વિભાગે વધુ ડરામણી આગાહી કરી છે.
અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, સુરત, વલસાડ, તાપી, ડાંગ, નવસારી, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ અને બે કેન્દ્રશાસિત પ્રદેશો દીવ-દમણ અને દાદરા નગર હવેલીમાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે.
