મહેસાણા : તારંગાની દિવ્યાંગ મહિલાએ ન હારી હિમંત, જુઓ કેવી રીતે બની આત્મનિર્ભર

New Update
મહેસાણા : તારંગાની દિવ્યાંગ મહિલાએ ન હારી હિમંત, જુઓ કેવી રીતે બની આત્મનિર્ભર

શારિરિક દિવ્યાંગતાને કેટલાક લોકો પોતાની નબળાઇ તરીકે સ્વીકારી લેતાં હોય છે પણ અમે તમને બતાવવા જઇ રહયાં છે મહેસાણા નજીક રહેતી એક દિવ્યાંગ મહિલા કે જે અથાણા અને પાપડનું વેચાણ કરી સ્વનિર્ભર બની છે.


શારિરીક ખામી સાથે જન્મ લેતો માનવી પોતાની જાતને લાચાર મહેસુસ કરે છે પણ અમે કહેવા માંગીએ છીએ આવા લોકોમાં જ અખુટ શકિતનો ભંડાર છે. તેઓ ધારે તે કરી શકે છે અને પોતાની નબળાઇને પોતાની શકિતમાં ફેરવી શકે છે. કુદરતના પ્રકોપનો ભોગ બનનાર માનવી જયારે અડગ મન થી આગળ વધે તો કુદરતને પણ આશ્ચર્યમાં મુકી દેતો હોય છે...ત્યારે અહી આપણે વાત કરી રહ્યા છીએ એવી દિવ્યાંગ મહિલાની કે જે શરીરે ૮૦ ટકા દિવ્યાંગ છે અને સામાન્ય માણસની જેમ કાર્ય કરી શકતી નથી...એમ.એ.સુધી નો ઉચ્ચ અભ્યાસ કર્યો હોવા છતાં યોગ્ય નોકરી મળતી નથી. બંને પગે દિવ્યાંગતા ધરાવતી ચેતના પટેલ નામની મહિલાએ અડગ મનથી આત્મ નિર્ભર થવાનો નિર્ણય કર્યો છે. વિકલાંગતા હોવા છતાં તેણે વિવિધ પ્રકાર ના અથાણાં અને પાપડ નો વ્યવસાય શરૂ કર્યો છે.



વડાપ્રધાનના આત્મ નિર્ભર ભારત અને સ્ત્રી સશક્તિકરણ સંકલ્પને પછાત ગણાતા અને ડુંગરાળ વિસ્તારના નાનકડા પરાની ચેતના પટેલ સાર્થક કરી રહી છે.
પોતાના હાથ બનાવટ ના અથાણાં અને પાપડનું મોટા પાયે વેચાણ કરી આ દિવ્યાંગ મહિલા સાચા અર્થમાં આત્મનિર્ભર બની છે. સરકાર દિવ્યાંગો માટે અનેક યોજનાઓ અમલમાં મુકી રહી છે ત્યારે તેનો લાભ લઇ અન્ય દિવ્યાંગો પણ આત્મનિર્ભર બને તે જરૂરી છે.

Latest Stories