કેન્દ્ર સરકારે મંગળવારે સંસદમાં જણાવ્યું કે, તેમણે વર્ષ 2018 થી 2021ની વચ્ચે પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયામાં આપેલી જાહેરાતો પાછળ 1700 કરોડ રૂપિયાનો ખર્ચો કર્યો છે.ઓલ ઈન્ડિયા યૂનાઈટેડ ડેમોક્રેટિક ફ્રંટ સાંસદ બદરૂદ્દીન અજમલના સવાલનો જવાબ આપતાં સૂચના અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે લેખિત જવાબમાં જણાવ્યું હતું કે, સરકાર દ્વારા આપવામાં આવેલી જાહેરાતમાં મુખ્ય એજન્ડા સરકારી નીતિઓ અને યોજનાઓ વિશે તેમના લક્ષિત લાભાર્થીઓને જાગરૂક બનાવવાનો છે. મંત્રાલયના તરફથી જાહેર કરાયેલા ડેટા અનુસાર સરકારે અખબારોમાં આપેલી જાહેરાત પર કુલ 826.5 કરોડ રૂપિયા ખર્ચ કર્યો છે. મંત્રાલયે વધુમાં જણાવ્યું કે, વર્ષ 2020-21ની વચ્ચે 6085 અલગ-અલગ અખબારોમાં 118.59 કરોડ રૂપિયાની જાહેરાત આપવામાં આવી હતી, બીજી બાજુ વર્ષ 2019-2020ની વચ્ચે 5365 અખબારોમાં 200 કરોડ રૂપિયા અને વર્ષ 2018-19ની વચ્ચે 6119 અખબારોની વચ્ચે 507.9 કરોડ રૂપિયાની જાહેરાત આપવામાં આવી હતી. બીજી તરફ ઈલેક્ટ્રોનિક મીડિયામાં પાછલા ત્રણ વર્ષ દરમિયાન જાહેરાતમાં 193.52 કરોડ રૂપિયા આપવામાં આવ્યાં હતાં. આ પહેલા પણ અનુરાગ ઠાકુરે સંસદમાં જણાવી ચુક્યાં છે. સરકારે ટેન્ડર અથવા નોકરીની ભરતી માટે ગેર સંચાર જાહેરાત પર ખર્ચ ઓછો કરી દીધો છે
મોદી સરકારે 3 વર્ષમાં જાહેરાતો પાછળ 1700 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો,સૂચના અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે આપી માહિતી
કેન્દ્ર સરકારે મંગળવારે સંસદમાં જણાવ્યું કે, તેમણે વર્ષ 2018 થી 2021ની વચ્ચે પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયામાં આપેલી જાહેરાતો પાછળ 1700 કરોડ રૂપિયાનો ખર્ચો કર્યો છે.
