ગુજરાતમાં મોરબી પુલ દુર્ઘટના લઈ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કોર્ટે અરજદારના વકીલ ગોપાલ શંકર નારાયણ અને એસ.જી.તુષાર મહેતાની દલીલો સાંભળી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, અરજદારો આ મામલે કોઈપણ સ્ટેજ પર સુપ્રીમ કોર્ટમાં અરજી કરી શકે છે. મોરબી પુલ દુર્ઘટના મામલે સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, લગાતાર તેના પર દેખરેખ રાખવી જોઈએ. જેનાથી આવી દુર્ઘટના ન સર્જાય. હાઈકોર્ટે આ બાબતે સુનાવણી ચાલુ રાખવી જોઈએ.
સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું કે, હાઇકોર્ટ સ્વતંત્ર રીતે ઝડપી તપાસ અને કાર્યવાહી કરે તેમજ યોગ્ય પાસાઓ પર ધ્યાન આપે. સુપ્રીમ કોર્ટ હાઈ કોર્ટ ને આગ્રહ કરતા કહ્યું કે, તે નિયમિત રીતે સુનાવણી ચાલુ રાખે તેમજ તેની સાથે જોડાયેલા વિવિધ પાસાઓ તપાસ કરે. સુપ્રીમ કોર્ટે અરજદારને કહ્યું કે, જો તેમને જરૂરી લાગે તો ફરી સુપ્રીમ કોર્ટમાં આ બાબતે તે સંપર્ક કરી શકે છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે હાઇકોર્ટ અરજદાર દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાઓ પર ધ્યાન આપવું જોઈએ અને તેના પર નિર્દેશ જારી કરવો જોઈએ. ગુજરાત હાઈકોર્ટે આ મામલાની સુઆમોટું લઈ અને તેની સુનાવણી કરી રહી છે. હાઈકોર્ટે પણ આદેશ આપ્યા છે, આગામી સુનાવણી 24 નવેમ્બરે છે. હાઈકોર્ટ દર અઠવાડિયે કેસના વિવિધ પાસાઓ પર નજર રાખી રહી છે. અરજદારના વકીલે અમને કહ્યું કે, પીડિત પરિવારને વળતર તરીકે ચોક્કસ રકમ આપવી જોઈએ. તેમજ અન્ય કેટલીક અન્ય બાબતો પણ રાખી છે, તેમજ સ્વતંત્ર તપાસ થવી જોઈએ તેવી સ્પષ્ટતા કરી છે.

Deprecated: File Theme without comments.php is deprecated since version 3.0.0 with no alternative available. Please include a comments.php template in your theme. in /home/u830939772/domains/gujarati.connectgujarat.com/public_html/wp-includes/functions.php on line 6170