જૂનાગઢ-જેતપુર હત્યા કેસનો મામલો
પોલીસે હત્યાનો ભેદ ઉકેલ્યો
આરોપી પિતા-પુત્રની ધરપકડ
ભાદર નદીના બ્રિજ પરથી યુવકને ધક્કો માર્યાનો ખુલાસો
આરોપી પઠાણનો ગુનાહિત ઇતિહાસ આવ્યો સામે
જૂનાગઢ અને જેતપુર પંથકમાં ચકચાર મચાવનારા હત્યા કેસનો પોલીસે ભેદ ઉકેલી નાખ્યો છે. શરૂઆતમાં અકસ્માત મોત લાગેલો આ મામલો તપાસના અંતે પૂર્વઆયોજિત હત્યા નીકળ્યો છે.
જૂનાગઢ અને જેતપુર પંથકમાં ચકચાર મચાવનારા હત્યા કેસનો પોલીસે ભેદ ઉકેલી નાખ્યો છે.તારીખ 16 નવેમ્બરે મૃતક સમીર શેખને આરોપી નાસીર ખાન પઠાણે કલર કામ કરવાના બહાને બોલાવ્યા હતા.ત્યારબાદ તેઓ ગુમ થયા હતા અને 18 નવેમ્બરે ભાદર નદીમાંથી તેમનો મૃતદેહ મળી આવ્યો હતો.
પરિવારની શંકા બાદ જૂનાગઢ સી ડિવિઝન પોલીસે સીસીટીવી અને પૂછપરછ હાથ ધરી હતી. તપાસમાં ખુલ્યું કે નાસીર ખાન પઠાણ અને તેના પુત્ર દાઉદ પઠાણે લસ્સીમાં ઘેનની ગોળી આપી સમીરભાઈને બેભાન કર્યા હતા. બાદમાં કાળા રંગની એક્ટિવા પર બેસાડી પાંચ પીપળા ગામ પાસે ભાદર નદીના બ્રિજ પરથી ધક્કો મારી દીધો હતો.
આરોપી નાસીર ખાન પઠાણ સામે અગાઉ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં કલમ હત્યા સહિત છેતરપિંડી અને લૂંટના ગુના નોંધાયેલા છે. હાલ પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી હત્યા અને કાવતરાની કલમો હેઠળ વધુ તપાસ શરૂ કરી છે.
