નર્મદા : દેડિયાપાડામાં આજથી 3 દિવસ માટે સંપૂર્ણ લોકડાઉન, વેપારી મંડળ દ્વારા લેવાયો સ્વૈચ્છીક નિર્ણય

નર્મદા : દેડિયાપાડામાં આજથી 3 દિવસ માટે સંપૂર્ણ લોકડાઉન, વેપારી મંડળ દ્વારા લેવાયો સ્વૈચ્છીક નિર્ણય
New Update

કોરોના મહામારીનુ સંકમણ દેડિયાપાડા સહિત સમગ્ર નર્મદા જિલ્લામાં દિન પ્રતિદિન વધી રહ્યુ છે, ત્યારે નર્મદા જિલ્લાના દેડીયાપાડા ખાતે આજથી સતત 3 દિવસ એટલે કે, તા. 10થી 12મી એપ્રિલ સુધી સંપૂર્ણ લોકડાઉન કરવાનો વેપારી મંડળ દ્વારા સ્વૈચ્છીક નિર્ણય લેવામાં આવ્યો છે.

દેડિયાપાડા વેપારી મંડળ દ્વારા સંપૂર્ણ લોકડાઉન કરવાનો નિર્ણય લેવાયો છે, ત્યારે વેપારી મંડળના આ નિર્ણયની ખૂબ પ્રશંસા થઈ રહી છે. આ બાબતે દેડિયાપાડા લીમડા ચોક, ચાર રસ્તા અને યાહા મોગી ચોક ખાતે નોટિસ બોર્ડ મુકવામાં આવ્યું છે. જેમાં દેડિયાપાડા બજાર બંધ બાબતે જાહેર જનતાને જાણકારી આપવામાં આવી છે. કોરોના મહામારીને ધ્યાનમાં રાખી દેડિયાપાડા વેપારી મંડળ દ્વારા 3 દિવસ સંપૂર્ણ લોકડાઉનનો નિર્ણય લેવાયો છે. જોકે ત્યારબાદ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી બજારને રાબેતા મુજબ કરવા અંગે નિર્ણય લેવામાં આવશે.

#Corona Virus #Narmada #Dediyapada #Connect Gujarat News #Corona Lockdown #Voluntary lockdown
Here are a few more articles:
Read the Next Article